ચારધામ યાત્રા ઓકટોબર સુધી ફુલ

28 September 2021 12:22 PM
India Travel
  • ચારધામ યાત્રા ઓકટોબર સુધી ફુલ

ઈ-પાસ ઓકટોબર સુધી બુક થઈ જવાથી એડવાન્સ બુકીંગ રદ થવા લાગ્યા: વ્યવસ્થામાં ગરબડથી યાત્રીઓ પરેશાન થવાની ફરિયાદો

દહેરાદૂન તા.28
દેવસ્થાનમ બોર્ડમાં ચારધામોના ઈ-પાસ ઓકટોબર સુધી બુક થવાના કારણે ચારધામની યાત્રાના એડવાન્સ બુકીંગ રદ થવા લાગ્યા છે. દેવસ્થાન બોર્ડમાંથી જે યાત્રીઓને ઈ-પાસ મળી પણ રહ્યા હતા તેમને પણ એક ધામના દર્શન બાદ બીજા ધામના દર્શન માટે ત્રણથી ચાર દિવસની વાટ જોવી પડી રહી છે તો યમુનોત્રી જવા માંગતા લોકોએ ઓફલાઈન પાસની માંગ કરીને હંગામો મચાવ્યો હતો, આમ ચાર ધામ યાત્રાની વ્યવસ્થામાં ગરબડ ઉભી થતા યાત્રીઓ પરેશાન થઈ ગયા છે.

વ્યવસ્થામાં ગરબડ ઉભી થવાના કારણે બાકી યાત્રા પર તેની અસર પડવા લાગી છે. ચાર ધામો માટે અલગ અલગ સંખ્યામાં સીમીત ઈ-પાસ ઈસ્યુ થવાથી ચારધામ યાત્રામાં સમસ્યા પેદા થઈ છે. જેના કારણે યાત્રીઓ, હોટેલ ધંધાર્થીઓની સાથે સાથે વહીવટી તંત્રને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે ઉતરકાશી જિલ્લાના યમુનોત્રી ધામ જઈ રહેલા તીર્થયાત્રીઓને પ્રશાસને બડકોટના દોબાટા વેરિયર પર રોકી દેવાયા હતા.

આ યાત્રીઓ ઓફલાઈન પાસની માંગ કરી રહ્યા હતા. આ યાત્રીઓએ બેરિયર પર હંગામો શરુ કરીને હાઈવેને જામ કરવાની ચેતવણી આપી હતી. યાત્રીઓની સંખ્યા 30થી વધુ બતાવાઈ છે. ખરેખર તો યમુનોત્રી દર્શન માટે ભારે સંખ્યામાં યાત્રીઓ દર્શન માટે આવી રહ્યા છે. આ યાત્રીઓએ દોબાટા સ્થિત પુછપરછ ચોકીમાં જોરદાર હંગામો કર્યો હતો. યાત્રીઓનું કહેવું છે કે ગત રવિવારે તેમને ડામટામાં રોકી દેવામાં આવેલા. મોડીરાત્રે છોડવામાં આવેલા બડકોટમાં તેમને ના તો ખાવાનું મળ્યું અને ના હોટલ મળી. તેમને ગાડીમાં રાત વીતાવવી પડેલી. યમુનોત્રી ધામ જનારા આ યાત્રીઓએ ખાસ્સો એવો રોષ વ્યક્ત કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement