સ્તનપાન કરાવનારી માતાનો બાળક પર બંધારણીય હકક:કોર્ટ

30 September 2021 11:42 AM
India Top News Woman
  • સ્તનપાન કરાવનારી માતાનો બાળક પર બંધારણીય હકક:કોર્ટ

* નવજાત બાળકને મળતો અધિકાર આપોઆપ માતાને મળે છે

* પાલક માતાપિતા અને આનુવંશિક માતા વચ્ચેનાં વિવાદમાં હાઈકોર્ટની ટકોર

બેંગ્લુરૂ તા.30
નવજાત શિશુ માટે સ્તનપાન ખુબ અનિવાર્ય બાબત છે. સ્તનપાન કરાવવુ એ માતાનો અનિવાર્ય બંધારણીય અધિકાર છે અને શિશુના અધિકારની માતાના હકક સાતે જોડવાની જરૂર છે. કર્ણાટક હાઈકોર્ટે એક ચુકાદામાં આ બાબત જણાવી હતી કોર્ટમાં બાયોલોજીકલ માતા અને બાળકના પાલક વાલી વચ્ચેનાં કેસમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો હતો.

કોર્ટનાં આદેશમાં કૃષ્ણા એસ.દિક્ષિતે જણાવ્યું કે, આ સમવર્તી અધિકારોનો મામલો છે. માતૃત્વનાં આ મહત્વપૂર્ણ ગુણને બંધારણનાં 21 માં અનુચ્છેદ હેઠળ સંરક્ષીત કરાયો છે.

એ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે કે આ નાનકડા બાળકની કોઈ ભૂલ વિના તે પોતાની સ્તનપાન કરાવવાળી માંગથી દુર રહ્યું અને તેને સ્તનપાન વિના જ રહેવુ પડશે. સભ્ય સમાજમાં આવી ઘટના કયારેય ન થવી જોઈએ.

મહત્વનું છે કે બેંગ્લુરૂનાં દંપતિએ પોતાના લાંબા સમય બાદ મળેલા બાળકની કસ્ટડી માંગી હતી ત્યારે તેના પાલક વાલીએ બાળકને પોતાની પાસે જ રાખવા અરજી કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે મે 2020 માં બાળકના જન્મ બાદ તેને મનોચિકિત્સકે ચોરી લઈને કોઈપણ દંપતીને આપી દીધુ હતું. દંપતીએ તમામને જણાવ્યું કે આ સરોગસીથી પેદા થયેલ બાળક છે.

મનોચિકિત્સકે દંપતી પાસેથી પૈસા લીધા હતા પોલીસે અપહરણકર્તાને પકડી લઈને બાળકને શોધી લીધુ છે. ન્યાયાધીશે પાલક વાલીના બાળકને પોતાની પાસે રાખવાની દલીલને ફગાવી દીધી હતી.

ત્યારે ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે આનુવાંશીક માતા પોતાના દરેક બાળકને પોતાના શરીર અને આત્માનું અભિન્ન અંગ માને છે તેનાથી તે છીનવી લેવુ યોગ્ય નથી.


Related News

Loading...
Advertisement
Advertisement