બે મહિના ‘રિલેક્સ’ થવાની સીઝન: તહેવારો પર ફરવા જવા માટે અત્યારથી જ બુકિંગ શરૂ

05 October 2021 11:58 AM
India Top News Travel
  • બે મહિના ‘રિલેક્સ’ થવાની સીઝન: તહેવારો પર ફરવા જવા માટે અત્યારથી જ બુકિંગ શરૂ

મોટાભાગનાએ અત્યારથી જ ટિકિટ પણ બુક કરાવી લીધી: પર્યટન ક્ષેત્રે જોવાશે મોટો ઉછાળો: તહેવારની ઉજવણી બહારગામ જ કરવા પ્લાનિંગ શરૂ

નવીદિલ્હી, તા.5
ઑક્ટોબરથી લઈને ડિસેમ્બર મહિના સુધીની તહેવારની સીઝનમાં હરવા-ફરવાના ચલણમાં જોરદાર વધારો થવાનો છે. આ એ જ સમય હોય છે જ્યારે લોકો પરિવાર અને મીત્રો સાથે તહેવાર મનાવવા માટે પોતપોતાના ઘર તરફ જાય છે. કોરોનાની બીજી લહેર બાદ કેન્દ્ર સરકારે પણ પ્રતિબંધોમાં ઢીલ આપી છે જેના કારણે પર્યટન ઉદ્યોગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આમ થવાની હોટેલ સેક્ટરને પણ બૂસ્ટ મળશે.

બીજી લહેરને કારણે અનેક પરિવારોએ ગરમીની રજાઓ ગાળવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. એક સર્વે બાદ ખુલાસો થયો છે કે ઑગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં અંદાજે 28% નાગરિકોએ ટ્રાવેલ પ્લાન ઘડી કાઢ્યો છે. ચાલું સપ્તાહે દૂર્ગા પૂજા શ- થવાની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઈ જશે.

સર્વેમાં ખુલ્યું છે કે 46% લોકોએ તહેવારની સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તેમાંથી 6% લોકોએ તો અત્યારથી જ ટિકિટ પણ બુક કરાવી લીધી છે. 38% લોકોએ આ સીઝનમાં યાત્રાને લઈને કોઈ પ્લાન બનાવ્યો નથી અને ન તો ટિકિટ બુક કરાવી છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરની ચોમાસું સીઝનની તુલનાએ આ તહેવારની સીઝનમાં પર્યટન ક્ષેત્રે 60%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.

રજાઓમાં પર્યટન સ્થળે એકઠી થનારી ભીડ મુશ્કેલી નોતરી શકે: નિષ્ણાતોની ચેતવણી
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પર્યટકોની સંખ્યામાં વધારો થવા તેમજ સામાજિક-રાજકીય અને ધાર્મિક કારણોસર યોજાનારી સામૂહિક સભાઓને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે છે જેના કારણે અમુક રાજ્યોમાં સંભવિત ત્રીજી લહેરની સ્થિતિ ભયાનક બની શકે છે. નિષ્ણાતોએ કહ્યું કે રજાઓમાં ફરવા જવાને કારણે સંભવિત ત્રીજી લહેર આવી શકે છે.

નિષ્ણાતોએ ભારતમાં એક કાલ્પનિક રાજ્યમાં અમુક સંભવિત પરિદૃશ્યોનું ચિત્રણ કર્યું છે જેને પહેલી અને બીજી લહેરમાં હિમાચલ જેવું બતાવવા માટે દોરવામાં આવ્યું હતું. પર્યટકોની સંખ્યામાં વધારો તેમજ સામાજિક-રાજકીય-ધાર્મિક કારણોથી યોજાનારી સામૂહિક સભાઓને કારણે જનસંખ્યા ઘનત્વમાં અચાનક વૃદ્ધિ ત્રીજી લહેરની સ્થિતિને ખરાબ કરી શકે છે. હિમાચલના આંકડાથી ખુલાસો થાય છે કે રજાઓની સીઝનમાં પર્યટન જનસંખ્યામાં વધારો થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement