‘તું અમારા દુશ્મન સાથે કેમ ફરે છે’ કહી યુવકને ત્રણ શખ્સોએ પાઈપથી ફટકાર્યો

05 October 2021 12:21 PM
Porbandar Crime Rajkot
  • ‘તું અમારા દુશ્મન સાથે કેમ ફરે છે’ કહી યુવકને ત્રણ શખ્સોએ પાઈપથી ફટકાર્યો

પોરબંદરના ખટાણા ગામનો બનાવ : પાંચ દિવસ પહેલાની મારામારીમાં યુવકની તબીયત લથડતા સારવારમાં ખસેડાયો: વધુ તપાસ પ્ર.નગર પોલીસે હાથ ધરી

રાજકોટ તા.5
પોરબંદરના શીંગાળામાં રહેતા દિપકભાઈ માલદેભાઈ કેશવાલ (ઉ.29) પાંચ દિવસ પહેલા પોરબંદરના ખટાણા ગામમાં હતા ત્યારે વિજય ભુતિયા અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ વડે માર મારતા શરીરે ઈજા પહોંચતા પ્રથમ પોરબંદર અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની તબીયત લથડતા અત્રેની સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

જે અંગેની વધુ વિગત મુજબ દિપકભાઈ પાંચ દિવસ પહેલા તેના મિત્ર સાથે બાઈકમાં બેસીને પોંરબંદરથી શીંગાળા ગામ તરફ આવતા હતા ત્યારે ખટાણા ગામ પાસે ઉભેલા વિજય ભુતિયા અને તેની સાથેના શખ્સોએ તેને અટકાવીને તું મારા દુશ્મન સાથે કેમ ફરે છે! તેમ કહીને લાકડી અને પાઈપ વડે દિપક પર તુટી પડયા હતા. જે અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા તેના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement