ફેસબુકથી બાળકોને નુકશાન : પુર્વ કર્મચારી ફ્રાંસીસ હોગેનનો આરોપ

06 October 2021 02:49 PM
India Technology World
  • ફેસબુકથી બાળકોને નુકશાન : પુર્વ કર્મચારી ફ્રાંસીસ હોગેનનો આરોપ

નવી દિલ્હી તા.6
ફેસબુકનાં ભૂતપૂર્વ ડેટા વૈજ્ઞાનિકે મંગળવારે જણાવ્યું કે, સોશ્યલ નેટવર્કીંગની મોટી કંપની ફેસબુકનાં ઉત્પાદનોથી બાળકોને હાની પહોંચાડે છે. જયારે તે અમેરિકાની અંદર ધ્રુવીકરણને પ્રોત્સાહન આપે છે તે નફાને ધ્યાને રાખીને અધિકારીઓ દ્વારા એમાં કોઈ સુધારો કર્યો નથી. ફેસબુકનાં પૂર્વ કર્મચારી ફ્રાંસીસ હોગેનએ મંગળવારના ગ્રાહક સુરક્ષા ઉપર સેનેટ વ્યાપારીની પેટા સમિતિની સમત્ર સાક્ષી આપી હતી.

ફ્રાંસીસ હોગેને કહ્યું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી કિશોરોને થઈ રહેલા નુકશાન વિશે તેઓ સતર્ક છે. સાથે તેઓ નફરત અને ખોટી સુચનાઓની વિરૂદ્ધ સામુહીક લડાઈમાં બેઈમાની કરે છે. ફ્રાંસીસે તેની પૂર્વ કંપની ઉપર આરોપ લગાવ્યો કે ફેસબુકને તેને કરેલા તેના સર્વે પરથી જાણવા મળ્યુ તેઓ નફરત, ખોટા સમાચાર અને રાજનૈતિક અશાંતિને પ્રોત્સાહન આપે છે પણ કંપની જે જાણે છે એને તે સંભાળે છે.

તેઓએ જણાવ્યું કે તેઓ તેમનાં વિશ્ર્વાસના કારણે બોલી રહી છે. ફેસબુકનાં ઉત્પાદન બાળકોને નુકશાન પહોંચાડે છે. ભાગલાને પ્રોત્સાહન આપે છે અને આપણાં લોકતંત્રને નબળુ કરે છે.કંપની તેની લેખીત સાક્ષી સાથે જણાવે છે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને કઈ રીતે સુરક્ષીત રાખી શકાય. તેઓ જરૂરી બદલાવ નહિં કરે કારણ કે તેઓ નફો કરે છે.આ મુદ્દા ઉપર કોંગ્રેસ તરફથી કાર્યવાહીની જરૂર છે.


Related News

Loading...
Advertisement
Advertisement