હવે જિયો સર્વર ડાઉન: કોલીંગ-ઇન્ટરનેટ સેવા ઠપ્પ

06 October 2021 03:46 PM
India Technology
  • હવે જિયો સર્વર ડાઉન: કોલીંગ-ઇન્ટરનેટ સેવા ઠપ્પ

વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક બાદ...: યુઝર્સ દ્વારા ફરિયાદોનો ઢગલો: જિયો કહે છે, નેટવર્કમાં કોઇ મુશ્કેલી નથી !

નવી દિલ્હી,તા.6
તાજેતરમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ વેબ સાઇટ ડાઉન થઇ જવાથી વિશ્વમાં યુઝર્સ પરેશાન થઇ ગયા હતા અને ફેસબુકને તો અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.આ સમાચારની શહી સુકાઇ નથી. હવે રિલાયન્સ જિયોનું સર્વર ડાઉન થતા કોલીંગ સહિત અન્ય સેવાઓને અસર થઇ છે.

આ અંગેની વિગત મુજબ દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોનું સર્વર આજે સવારથી જ ડાઉન થઇ ગયું છે. જેના કારણે નેટવર્ક નથી મળી રહયા. યુઝર્સ પરેશાનીનો સામનો કરી રહયા છે.જીયો યુઝર્સ તરફથી માઇક્રો બ્લોગીંગ સાઇટ ટ્વીટરથી સર્વર ડાઉન હોવાથી સુચના અપાઇ રહી છે. યુઝર્સના ફરીયાદ છે કે, તેમને સવારથીજ જિયોનું નેટવર્ક નથી મળી રહયું, જેના કારણે ઇન કમીંગ કે આઉટ ગોઇંગ કોલ નથી મળી રહયા સાથે ઇન્ટરનેટનો ડેટાઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

જિયોનું સર્વર ડાઉન હોવાથી સૌથી વધુ ખબર દિલ્હી, લખનૌ, ગ્વાલિયર, ઇન્દોર, રાયપુર, બેંગ્લોર, નાસિક જેવા શહેરોમાંથી સૌથી વધુ આવી રહી છે. અલબત હજુ એ બહાર નથી આવ્યુ કે, આખરે શા માટે જિયો નેટવર્ક દેશના કેટલાક ભાગોમાં કામ નથી કરી રહયું જિયો કેરના કહેવા મુજબ તો નેટવર્કમાં કોઇ મુશ્કેલી નથી.

ઇન્ટરનેટ પર આઉટેજના રિપોર્ટોનું મોનીટરીંગ કરનાર વેબસાઇટ ડાઉન ડિરેકટર વેબસાઇટ પરથી પણ જિયો સર્વર ડાઉન હોવાથી ખબર બહાર આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement