સીંગતેલ કપાસીયા પામોલીનનાં ભાવમાં એક દિવસમાં રૂા.25 નો ભડકો

06 October 2021 03:55 PM
Rajkot Business
  • સીંગતેલ કપાસીયા પામોલીનનાં ભાવમાં એક દિવસમાં રૂા.25 નો ભડકો

તહેવાર પૂર્વે ભાવ વધતા મધ્યમવર્ગનાં લોકોને વધુ એક ફટકો

રાજકોટ તા.6
નવરાત્રીનાં પ્રારંભે જ સિંગતેલ, કપાસીયા તેલ અને પામોલીનમાં રૂા.25 નો ભાવ વધારો થયો છે. છેલ્લા 2 થી 3 દિવસથી ભાવ વધારો નોંધાય રહ્યો છે.આજે સીંગતેલ (નવા)ના રૂા.25 વધતા હાલનો ભાવ રૂા.2475/-2525, (જુના) 2425/2475, કપાસીયાનો ભાવ (નવા) રૂા.2390/2440, (જુના) રૂા.2340/2380 તેમજ પામોલીયનના ભાવ રૂા.2340/2380 થઈ ગયા છે.

ગઈકાલે સીંગતેલનાં ભાવ રૂા.2550/2500 જુનાના 2400/2450 હતા. પરંતુ એકાએક રૂા.25 નો ભાવ વધારો નોંધાયો છે. તેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહીણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયુ છે. આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તહેવાર પૂર્વે ભાવ વધતા સામાન્ય જનતા પર વધુ એક બોજો પડયો છે.

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ-શાકભાજી સહીત જીવન જરૂરીયાત ચીજવસ્તુનાં ભાવ ખુબ વધી રહ્યા છે. હાલ કપાસીયા, સીંગતેલ, પામોલીયન તેલનો ભાવ ઐતિહાસીક સ્તરે પહોંચ્યો છે. કપાસીયા તેલમાં ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાય ગયુ છે.આગામી દિવસોમાં તેલના ભાવની અસર અન્ય વસ્તુઓ પર પડશે અને ખાદ્યચીજો મોંઘી બનશે.


Related News

Loading...
Advertisement
Advertisement