વોટ્સએપ-ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થતાં ટેલિગ્રામમાં એક જ દિવસમાં 70 મિલિયન યુઝર્સ વધ્યા

06 October 2021 03:56 PM
India Technology
  • વોટ્સએપ-ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થતાં ટેલિગ્રામમાં એક જ દિવસમાં 70 મિલિયન યુઝર્સ વધ્યા

દુનિયાભરમાં 3.5 બિલિયનથી વધુ યુઝર્સને કરવો પડ્યો આઉટેજનો સામનો જેનો સીધો લાભ મળ્યો ટેલિગ્રામ-સિગ્નલને

નવી દિલ્હી, તા. 6
વોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થતાં તેને થયેલ નુકસાન ટેલિગ્રામ માટે ફાયદાકારક સાબિત થયું છે. વોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ તાજેતરમાં જ ગ્લોબલ લેવલે ખૂબ મોટા પાયે આઉટેજનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે લગભગ6 કલાક આ સોશિયલ મીડિયા એપ ડાઉન રહ્યાં હતાં. પરંતુ આ સમયગાળા દરમિયાન ટેલિગ્રામમાં 70 મિલિયન યુઝર્સનો વધારો થયો હતો.

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ દુનિયાભરમાં 3.5 બિલિયનથી વધુ યુઝર્સને પ્રભાવિત કરતા આઉટેજ માટે એક રાઉટર કોન્ફિગરેશન બદલાવને જવાબદાર ઠેરવ્યુ છે. આ આઉટેજથી ટેલિગ્રામ અને સિગ્નલને પણ લાભ થયો હતો. ટેલિગ્રામે તાજેતરમાં જ એકાદ બિલિયનથી વધુ ડાઉનલોડ હાંસલ કર્યા છે અને તેના 500 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. ઉપરાંત જ્યારે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસી સતત તપાસના દાયરામાં હતી, ત્યારે મેસેજિંગ એપના યુઝર્સમાં મોટો વધારો જોવા મળ્યો હતો.

આ ત્રણેય એપની કલાકો સુધી સેવાઓ ઠપ્પ રહેવાના કારણે, વેબ યુઝર્સને લાગ્યુ કે આ પાછળ કંઇક ગંભીર કારણ હશે. જો કે સમસ્યા ફેસબુકના ડીએનએસ સર્વર અને બીજીપી સાથે હતી. આ સમસ્યાની સૌથી ખાસ વાત એ રહી કે તેણે ફેસબુક સર્વરને સંપૂર્ણ રીતે પ્લેટફોર્મ અને ઇન્ટરનેટ પરથી ગાયબ કરી દીધું. આ એટલુ ખતરનાક હતું કે ફેસબુક પણ ઘણાં સમય સુધી તેના વિશે જાણી ન શક્યું. તમામ ઇલેક્ટ્રોનિક દરવાજાઓ અને લોક્સ ઓટોમેટિક રીતે બંધ થઇ ગયા હતાં. જેના કારણે ફેસબુકના કર્મચારીઓને સેંટા ક્લારામાં સ્થિત પોતાના સર્વર રૂમમાં એન્ટ્રી કરવી પડી.


Related News

Loading...
Advertisement
Advertisement