લંડન-કોચ્ચીની ફલાઈટમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો

07 October 2021 10:38 AM
India Woman World
  • લંડન-કોચ્ચીની ફલાઈટમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો

દિલ્હી તા.7
લંડનથી કોચ્ચી જતી એર ઈન્ડીયાની ફલાઈટમાં બાળકની કિલકારિયા ગુંજી ઉઠી હતી જયારે એક ગર્ભવતી મહિલાએ વિમાનમાં બાળકને જન્મ આપ્યો. આવા સમયે ક્રુએ માતા અને બાળકને તબીબી સંભાળ આપવા માટે વિમાનને ફ્રેન્કફર્ટ તરફ વાળવાનો ઝડપી નિર્ણય લીધો.

એર ઈન્ડીયાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બાળકનો જન્મ પાંચ ઓકટોબરના રોજ થયો હતો. એર ઈન્ડીયાની નીતી અનુસાર 3.2 અઠવાડીયાની ગર્ભાવસ્થા સુધીના મુસાફરો ડોકટરોના ફીટ ટુ ફલાય સર્ટીફીકેટ વગર મુસાફરી કરી શકે છે. આ મહિલાને 29 મહિનાનો ગર્ભ હતો. જો કે હાલમાં માતા અને બાળક બન્ને સુરક્ષિત છે.


Related News

Loading...
Advertisement
Advertisement