સંકટગ્રસ્ત ટેલીકોમ કંપનીઓને બુસ્ટર ડોઝ: સરકારે અનેક રાહતો જાહેર કરી

07 October 2021 12:19 PM
India Technology Top News
  • સંકટગ્રસ્ત ટેલીકોમ કંપનીઓને બુસ્ટર ડોઝ: સરકારે અનેક રાહતો જાહેર કરી

નાણાકીય રાહત, 100 ટકા એફડીઆઈને મંજુરી ઉપરાંત બેન્ક ગેરંટી પણ 80 ટકા ઘટાડાઈ

નવી દિલ્હી તા.7
સંકટનો સામનો કરી રહેલા ટેલીકોમ કંપનીઓને સરકાર રાહતો જાહેર કરી છે. સરકારની કોશિશ છે કે ટેલીકોમ સેકટરની કંપનીઓને નાણાકીય રૂપે વધુને વધુ રાહત આપવામાં આવે, તેમની પાસે રોકડ વધે જેથી તે નાણાકીય સંકટને પાર કરી શકે.

આ ક્રમમાં સરકારે ગઈકાલે બુધવારે ટેલીકોમ કંપનીઓને રાહત આપવા માટે અનેક ઉપાય કર્યા છે. સરકારે ટેલીકોમ સર્વિસીઝ સેકટરમાં ઓટોમેટીક રૂટ અંતર્ગત 100 ટકા ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ને મંજુરી આપવા માટે જાહેરનામુ ઈસ્યુ કર્યું છે. આ સિવાય સરકારે દુરસંચાર ઓપરેટરો માટે બેન્ક ગેરંટી પણ 80 ટકા સુધી ઘટાડી દેવામાં આવી. માનવામાં આવે છે કે સરકારના આ ફેસલાથી ટેલીકોમ સેકટરમાં કેશ ફલો વધશે. વોડાફોન, આઈડીયા અને ભારતી એરટેલ જેવી દૂર સંચાર કંપનીઓ પાસે કેશની ઉપલબ્ધતા વધશે. આ સાથે બેન્કોને ભવિષ્યમાં લોન મામલે ડુબેલી કંપનીઓને વધુ લોન આપવાની છૂટ મળશે. આ પગલાથી કંપનીઓને સરળતાથી લોન મળી શકશે.

ઓટોમેટીક રૂટથી એફડીઆઈ: સરકારે ટેલીકોમ સેકટરમાં ઓટોમેટીક રૂપે 100 ટકા એફડીઆઈની મંજુરીને સૂચીત કરી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ ડીપીઆઈઆઈટીએ જણાવ્યું કે ટેલીકોમ સર્વિસીઝમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ ગત વર્ષની પ્રેસનોટ-3ની શરતનો વિષય હશે. તે અનુસાર ભારત સાથે બોર્ડર ધરાવનાર કોઈ દેશની એનટીટી કે ભારતમાં રોકાણનો ફાયદો લેનાર માલિક જો આવા કોઈ દેશમાં છે કે તેનો નાગરિક છે તો માત્ર સરકારી મંજુરીથી જ ઈન્વેસ્ટમેન્ટ કરી શકાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement