આખરે ભારત સામે ઝૂક્યું બ્રિટન : આ તારીખથી વેક્સિનના બન્ને ડોઝ લેનાર પ્રવાસીને નહિ કરાઈ કવોરંટાઈન

08 October 2021 01:41 AM
India Travel World
  • આખરે ભારત સામે ઝૂક્યું બ્રિટન : આ તારીખથી વેક્સિનના બન્ને ડોઝ લેનાર પ્રવાસીને નહિ કરાઈ કવોરંટાઈન
  • આખરે ભારત સામે ઝૂક્યું બ્રિટન : આ તારીખથી વેક્સિનના બન્ને ડોઝ લેનાર પ્રવાસીને નહિ કરાઈ કવોરંટાઈન
  • આખરે ભારત સામે ઝૂક્યું બ્રિટન : આ તારીખથી વેક્સિનના બન્ને ડોઝ લેનાર પ્રવાસીને નહિ કરાઈ કવોરંટાઈન

કેન્દ્ર સરકાર દ્વારા જડબાતોડ જવાબ આપ્યા બાદ અંતે બ્રિટિશ સરકારને ઝૂક્યું : બ્રિટને નરમ વલણ અપનાવતા ક્વોરન્ટાઇન નિયમોમાં ફેરફાર કર્યો છે.

ન્યુ દિલ્હી / લંડન :

ભારત અને બ્રિટન વચ્ચે કવોરંટાઈન નિયમને લઈને જોવા મળતો તણાવ હવે ખતમ થશે. ગુરૂવારે ભારતમાં બ્રિટનના હાઈકમિશનરે કહ્યું- ભારતથી બ્રિટન જતા લોકોને 11 ઓક્ટોબર પછી ત્યાં કવોરંટાઈન નહીં રહેવું પડે. જો કે આ લોકોને કોવિશીલ્ડ કે અન્ય કોઈ જેને બ્રિટને માન્યતા આપી છે તે વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તે જરૂરી છે.

અગાઉ બ્રિટને જાહેર કર્યું હતું કે ભારતના પ્રવાસીઓને ૧૦ દિવસ કવોરંટાઈન થવું પડશે. આ નિયમ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેવા વ્યક્તિઓ માટે પણ લાગુ કરાયો હતો. ત્યારે ભારતે પણ જેવા સાથે તેવા જેવી નીતિ બહાર પાડતા બ્રિટનના નાગરિકોને ફરજિયાત ૧૦ દિવસ કવોરંટાઈન અને ત્રણ કોરોના ટેસ્ટ નો નિયમ લાગુ કર્યો.

કેન્દ્ર સરકારના ચોટદાર જવાબ બાદ અંતે બ્રિટિશ સરકારને ઝુકવું પડ્યું છે. બ્રિટને નરમ વલણ અપનાવાતા કવોરંટાઈન થવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે ટ્વિટ કરી બ્રિટન દ્વારા યાત્રા નિયમોમાં થયેલા ફેરફારની જાણકારી આપી છે.

બ્રિટનના રાજદૂતે કર્યું ટ્વિટ
ભારતમાં બ્રિટનના એમ્બેસેડર એલેક્સ એલિસે ટ્વિટ કરી કહ્યું કે, "ભારતથી બ્રિટન જતા ભારતીયો માટે કવોરંટાઈન થવાના કોઈ પણ જાતના નિયમો લાગુ નહીં પડે. તેઓએ કોવિશીલ્ડ કે યુકે દ્વારા માન્ય વેક્સિન લીધી હોવી જરૂરી છે. આ નિયમ 11 ઓક્ટોબરથી લાગુ થશે." આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકારનો આભાર પણ માન્યો છે. એલેક્સે કહ્યું, "ગત મહિનાથી આપવામાં આવેલા સહયોગ બદલ ભારત સરકારનો ધન્યવાદ."


Related News

Loading...
Advertisement
Advertisement