પ્રતિબંધ હળવા કરવાથી કોરોના તો ઠીક ફલુનો પણ ખતરો વધ્યો

09 October 2021 11:16 AM
Health Top News India World
  • પ્રતિબંધ હળવા કરવાથી કોરોના તો ઠીક ફલુનો પણ ખતરો વધ્યો

કોરોના પ્રતિબંધથી દુનિયામાં ઈન્ફલુએન્ઝા પણ કાબુમાં હતો!

મહામારી દરમિયાન દુનિયામાં ફલુના કેસો નહિંના બરાબર ઋતુજન્ય ફલુથી દુનિયામાં વર્ષે 2,90,000 થી 6,50,000 લોકોના મોત થયા હતા પણ મહામારી દરમ્યાન આ આંકડો નગણ્ય થઈ ગયો હતો

નવી દિલ્હી તા.9
કોરોનાની બીજી લહેર બાદ કોરોના પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા, જોકે કોરોના હળવો થતાં કેટલાંક મહિનાથી પ્રતિબંધો પણ હળવા થયા છે.જોકે વિશેષજ્ઞોનું સુચન છે કે પ્રતિબંધો હળવા થયા બાદ આ આત્મ સંતુષ્ટ થવાનાં સમય નથી.

તેમણે જણાવ્યું હતું કે કોરોના પ્રતિબંધ ઢીલા કરવાથી ઈન્ફલુએન્ઝા ફેલાવાનો ખતરો વધી ગયો છે. ‘ધી નેચર’ના રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ આક્રમક પ્રસારની આશંકા વ્યકત કરી હતી કે ફલુનો પ્રકોપ ઝડપથી થશે અને તે લાંબા સમય સુધી ચાલશે અને વધુ લોકોને અસર કરશે.

શિયાળો આવવાની સાથે જ વધે છે ખતરો:
ઉતરી ગોળાર્ધમાં મોસમી ફલુ દર વર્ષે ઓકટોબરમાં શરૂ થઈને જાન્યુઆરી, ફેબ્રુઆરી, સુધી ચાલે છે. ફલુના વાયરસ રૂપ બદલતા રહે છે. એટલે તેની વેકિસનમાં સુધારો કરવો પડતો હોય છે. ફેબ્રુઆરી 2021 માં વિશેષજ્ઞોએ દક્ષિણી ગોળાર્ધમાં ગત મહિનામાં ફેલાયેલા વાઈરસમાંથી ચાર વાઈરસ પસંદ કર્યા છે. તેના આધારે ઉતરી ગોળાર્ધ માટે વેકિસન બનાવવામાં આવી રહી છે.

મહામારી દરમ્યાન ફલુના કેસો નહિંના બરાબર:
2020 રહ્યા દુનિયાભરમાં ફલુ નહિ ના બરાબર હતો. સપ્ટેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 દરમ્યાન વિશ્ર્વમાં ફલુના 0.2 ટકાથી ઓછા પોઝીટીવ સેમ્પલ મળ્યા છે.
ખરેખર તો કોરોનાના કારણે લોકોએ માસ્ક પહેર્યા સોશ્યલ ડીસ્ટેન્સીંગ હાથ ધોવા, સમુહમાં પ્રવાસ ઘટવો, ઘરમાં રહેવા જેવા નિયમોનું પાલન કર્યુ હતું.

ઓસ્ટ્રેલીયામાં ઈન્ફલુએન્ઝાથી એકપણ મોત નહિં.
ઋતુજન્ય ફલુ સામાન્ય રીતે દુનિયાભરમાં વર્ષ 2,90,000 લોકોના જીવ લે છે.પરંતુ કોરોના મહામારી દરમ્યાન ઈન્ફલુએન્ઝાથી મોતનો આંકડો નગણ્ય થઈ ગયો હતો.અમેરિકામાં 2020-21 માં ફલુથી માત્ર 646 મોત નોંધાયા હતા.ઓસ્ટ્રેલીયામાં આ વર્ષે ઋતુજન્ય ઈન્ફલુએન્ઝાથી એકપણ મોત નથી થયુ.

શું કહે છે વૈજ્ઞાનિક?
ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડના ગ્રિફીથ વિશ્ર્વવિદ્યાલયના વૈજ્ઞાનિક રોબર્ટ વેર કહે છે એકવાર જયારે આપણે આપણી સારી સ્વાસ્થ્ય ક્ષમતાઓ ખોઈ નાખીએ છીએ ત્યારે ફલુથી ગંભીર રીતે અસર થવાની સંભાવના પેદા થાય છે. મહામારી વિજ્ઞાની જોન વગેટ કહે છે કે મોટાભાગના લોકો એ બાબત સાથે સહમત છે કે ઈન્ફલુએન્ઝા અંતે ફરી ભયંકર રૂપ લઈને પાછો ફરશે. યાત્રા પ્રતિબંધો અને માસ્ક પહેરવા જેવા નિયમો કોરોના વાઈરસ પર અંકુશ લગાવવા તૈયાર કરાયા છે. આ કારણે આપણે એ સમયે ફલુની ઝપટમાં આવતા બચતા રહ્યા છીએ.


Related News

Loading...
Advertisement
Advertisement