બ્લડ સુગર ધરાવતા દરેક વ્યક્તિને ડાયાબીટીસ હોય તે જરૂરી નથી: અભ્યાસ

09 October 2021 11:19 AM
Health India Top News World
  • બ્લડ સુગર ધરાવતા દરેક વ્યક્તિને ડાયાબીટીસ હોય તે જરૂરી નથી: અભ્યાસ

સામાન્ય ટેસ્ટથી દર્દીને ડાયાબીટીક ગણાવીને સારવાર જોખમી બની શકે

હાલ ડાયાબીટીસ માટે વપરાતા સ્ટાન્ડર્ડ ટેસ્ટ સામે પ્રશ્ન: ઉમર વધતા દરેક વ્યક્તિના શરીરમાં હીમોગ્લોબીન ગ્લામકોસિલેટેડનું પ્રમાણ સામાન્ય રીતે વધે છે

નવી દિલ્હી:
ભારતને ડાયાબીટીસનું પાટનગર ગણવામાં આવે છે જે માટે આપણી ખાનપાનની આદતો અને શ્રમના અભાવ જેવા કારણો અને વંશપરંપરાગત રીતે આ રોગ ઉતરતો હોવાનું પણ કહેવાય છે પણ કદાચ આપણે ડાયાબીટીસને ઓળખવામાં ભુલ કરીએ છીએ.

ખાસ કરીને 40-50 કે પછી તેની વધુ ઉમરના લોકો ને ડાયાબીટીસ થાય તો તેને ઉમર સાથે થતો રોગ પણ ગણી લઈએ છીએ પણ આપણે હવે એક નવા અભ્યાસમાં જાહેર થયું છે કે આપણે ખૂબ જ ખોટી રીતે કોઈપણ દર્દીને ડાયાબીટીસ પેશન્ટ તરીકેનું લેબલ ફકત એક લેબ રીપોર્ટના આધારે કે હવે હોમ ટેસ્ટ, કીટ આવી છે તેના આધારે ગણી લઈએ છીએ તે મોટી ભુલ છે અને આ કારણે અનેક સીનીયર સીટીઝનને ખોટી રીતે ડાયાબીટીક પેશન્ટનું લેબલ લાગી જાય છે તેની ખાનપાનની આદત બદલી જાય છે તેને આ દર્દની દવા આપવાનું શરુ થઈ જાય અને આ બધું સાઈડ ઈફેકટ પણ લાવે છે.

સામાન્ય રીતે આપણે શરીરમાં ડાયાબીટીસની સ્થિતિ છે કે કેમ તે જાણવા જે ગ્લાયકોસિલેટેડ હીમોગ્લોબીન જેને તબીબી લેબની ભાષામાં એચબીએવનસી તરીકે ઓળખવામાં આવે છે તે તમામ દર્દીઓ માટે એક સ્ટાન્ડર્ડ છે. જેના કારણે શરીરમાં સ્યુગર-સર્કરા બ્લડ સુગર તરીકે જેને ઓળખાય છે તેની માત્રાની જાણ થાય છે પણ વાસ્તવમાં ડાયાબીટીસ માટે હવે એજ સ્પેસીફીક ઉપર મુજબના નવા સ્ટાન્ડર્ડ નિશ્ચીત થયા છે જેનાથી ડાયાબીટીક પેશન્ટ ન હોય છતાં પણ તેને આ રોગનો શિકાર ગણીને જે સારવાર કરવામાં આવે છે તેનાથી બચી શકાશે.

ડાયાબીટીસના એક ખાસ મેગેઝીનમાં ભારતભરમાં કરવામાં આવેલા સર્વેનું તારણ આપવામાં આવ્યું છે અને તેમાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ ખરેખર બ્લડ સુગર ધરાવતો ન હોય છતાં પણ ઉમર વધતા જ તેના શરીરમાં એચબીએવનસીનું પ્રમાણ વધતું જાય છે. આથી એ નિશ્ચીત થાય છે કે તમામ એડલ્ટ માટે એક જ સમાન ટેસ્ટ યોગ્ય નથી. લેબોરેટરી જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ અપનાવે છે તે દરેકને લાગું કરી શકાય નહી. મદ્રાસ ડાયાબીટીસ રીસર્ચ ફાઉન્ડેશનના ડો. વી.મોહન કહે છે કે આ પ્રકારના સ્ટાન્ડર્ડ પ્રક્રિયાની બિનજરૂરી રીતે વયસ્ક લોકોને ડાયાબીટીસની ટ્રીટમેન્ટ અપાય છે જેની ગંભીર સાઈડ ઈફેકટ છે.

જે એચબીએવનસી નો ટેસ્ટ થાય છે તે છેલ્લા ત્રણ માસમાં બ્લડ સુગરનું સરેરાશ પ્રમાણ જાણવા મળે છે અને તેથી તેને વિશ્વાસપાત્ર ગણાય છે. શરીરમાં જયારે ગ્લુકોસ (શર્કરા)નું પ્રમાણ વધે છે તો તેનું હિમોગ્લોબીન સાથે જોડાય છે. હિમોગ્લોબીનએ શરીરમાં લાલકણ જે પ્રોટીનનું પ્રમાણ દર્શાવે છે અને આ કોષ ત્રણ માસ જીવંત રહે છે અને ટેસ્ટ સમયે તેના કારણે શરીરમાં ગ્લુકોઝનું ત્રણ માસનું સરેરાશ પ્રમાણ જોવા મળે છે. જો આ સ્તર 5થી5.6 વચ્ચે હોય તો તે સામાન્ય ગણાય છે અને જેનામાં તે પ્રમાણ 5.7 થી 6.4 હોય તો તે પ્રી-ડાયાબીટીક એટલે કે જે તે વ્યક્તિને બોર્ડર પર આવેલા દર્શાવાય છે અને 6.5 થી તેને ડાયાબીટીસ હોવાનું નિશ્ચીત થાય છે.

વૈજ્ઞાનિકોએ ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચના ડેટાનો ઉપયોગ કર્યો હતો અને 20 વર્ષથી ઉપરના લોકોને આ અભ્યાસમાં સામેલ કરાયા હતા તથા 14222 લોકોના ઉપર મુજબ ડેટા તૈયાર કરાયા હતા અને તેમાં એચબીએવનસી માપવામાં આવ્યો છે અને તેમાં જણાવ્યું કે એચબીએવનસીનું પ્રમાણ ઉપર વધતા તબકકાવાર વધતું જાય છે જે 29 વર્ષથી ઉપરમાં 5.16 હોય છે જે 70 વર્ષની ઉંમરે 5.49 થાય છે અને દશકાની ઉમરમાં તે 0.08% વધે છે પણ તેના માટે ડાયાબીટીસ લેબલ તમામને લાગુ થતું નથી.

એચબીએવનસી ટેસ્ટ શું છે?
* આ ટેસ્ટ છેલ્લા ત્રણ માસના સરેરાશ બ્લડ સુગરનું લેવલ દર્શાવે છે.
* નવા અભ્યાસમાં જણાવ્યું છે કે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ લાલકણ (હિમોગ્લોબીન) સાથે જોડાય છે.
* જે ત્રણ માસ જીવંત રહે છે અને ટેસ્ટમાં તે બ્લડસુગર દર્શાવે છે પણ વાસ્તવમાં હોતું નથી.


Related News

Loading...
Advertisement
Advertisement