સપ્તાહમાં બીજીવાર ખખડ્યા ઈન્સ્ટાગ્રામ-ફેસબુક: કંપનીએ વ્યક્ત કર્યો ખેદ

09 October 2021 11:52 AM
Technology World
  • સપ્તાહમાં બીજીવાર ખખડ્યા ઈન્સ્ટાગ્રામ-ફેસબુક: કંપનીએ વ્યક્ત કર્યો ખેદ

ફરી સર્વર ડાઉન થઈ જતાં એકાદ કલાક સુધી એપ્લીકેશન ઠપ્પ પડી: યુઝર્સને ફોટો શેયર કરવામાં પડી મુશ્કેલી

નવીદિલ્હી, તા.9
સોમવારે ફેસબુક સહિત અન્ય સોશ્યલ મીડિયા એપ્સના ડાઉન થયાના એક સપ્તાહની અંદર ઈન્સ્ટાગ્રામ ફરીથી ડાઉન થઈ ગયું છે. અનેક યુઝર્સ ફોટો શેયરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાનો ફોટો શેયર કરી શકતા નહોતા. બન્ને એપ મોડીરાત્રે 12 વાગ્યા બાદ અંદાજે એક કલાક સુધી પ્રભાવિત રહી હતી. સર્વર ડાઉન થવાને કારણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થોડો સમય માટે બંધ થઈ ગયા હતા જેના કારણે યુઝર્સની અકડામણ વધી ગઈ હતી.

જો કે હવે સર્વિસ રાબેતા મુજબ થઈ ગઈ છે અને ઉભી થયેલી ખામી બદલ કંપનીએ ખેદ પણ વ્યક્ત કર્યો છે. ફેસબુકે ટવીટ કરીને કહ્યું કે અમુક લોકોને અમારી એપ્સ અને વેબસાઈટ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જો તમે અમારી સેવાનો ઉપયોગ કરી શક્યા નથી તો અમને એ વાતનો ખેદ છે. અમે જાણીએ છીએ કે તમે એકબીજા સાથે વાતચીત કરવા માટે અમારી એપ ઉપર કેટલા નિર્ભર છો. હવે અમે સમસ્યાનું સમાધાન કરી દીધું છે.

આ વખતે પણ તમારું ધૈર્ય જાળવી રાખવા માટે ફરીથી ધન્યવાદ... બીજી બાજુ ઈન્સ્ટાગ્રામે પણ નિવેદન જારી કરતાં કહ્યું કે અમને અમારી સેવામાં ઉભી થયેલી ખામી બદલ ખેદ છે એટલા માટે અમે બને એટલી ઝડપથી તેને ઠીક કરવા માટે મહેનત કરી હતી. સાથે જ કહ્યું કે અનેક લોકોને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યા પડી હતી. આ પહેલાં રવિવારે મોડીરાત્રે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટસએપના સર્વર અંદાજે છ કલાક સુધી ડાઉન થઈ ગયા હતા જેના કારણે યુઝર્સને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે સવારે જ કંપનીએ આ માટે ખેદ વ્યક્ત કર્યો હતો.

ફેસબુકે આઉટેજને કારણે રાઉટર ક્ધફીગ્રેશનમાં થયેલા પરિવર્તનને કારણભૂત ગુાયું હતું જે પોતાના ડેટા કેન્દ્રો વચ્ચે નેટવર્ક કોમ્યુનિકેશનને સમન્વયિત કરે છે. ફેસબુકના અધિકારી સંતોષ જર્નાદને પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે નેટવર્ક ટ્રાફિકમાં આ વિક્ષેપની અમારા ડેટા કેન્દ્રોના સંચાર ઉપર વ્યાપક પ્રભાવ પડ્યો છે જેના કારણે અમારી સેવાઓ અટકી ગઈ છે. બીજી બાજુ અનેક ટેકનીકલ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ફેસબુકનું ડાઉન થવું એક ટેકનીકલી ભૂલ હતી. તેણે અંદરના કોઈ વ્યક્તિની ભૂમિકાની સંભાવના હોવાથી ઈનકાર પણ કર્યો નહોતો.


Related News

Loading...
Advertisement
Advertisement