પ્રશાંત કિશોરના એક ટિવટ બાદ તૃણમુલ અને કોંગ્રેસી મુખ્યમંત્રી બાખડી પડ્યા

09 October 2021 03:25 PM
India Politics
  • પ્રશાંત કિશોરના એક ટિવટ બાદ તૃણમુલ અને કોંગ્રેસી મુખ્યમંત્રી બાખડી પડ્યા

કોંગ્રેસના મૂળમાં જ વાંધો છે તેવું ટિવટ કરતાં બધેલે મમતાને ટાંકીને વળતો પ્રહાર કર્યો

નવીદિલ્હી, તા.9
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર નિશાન સાધતાં એક ટવીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે કોંગ્રેસના મૂળમાં જ વાંધો છે. તેના આ ટવીટ બાદ કોંગ્રેસ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ પલટવાર કર્યો અને નામ લીધા વગર તૃણમુલ કોંગ્રેસ અને મમતા બેનરજી પર નિશાન તાક્યું હતું. મમતા બેનરજી પર નિશાન તાક્યા બાદ તૃણમુલ કોંગ્રેસ ટવીટર ઉપર જ ભૂપેશ બઘેલ સાથે ભીડી ગઈ હતી.

પ્રશાંત કિશોરના ટવીટ પર પલટવાર કરતાં કોંગ્રેસ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી બઘેલે નામ લીધા વગર લખ્યું હતું કે જે પોતાની પણ બેઠક જીતી નથી શકતાં અને કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરાવીને રાષ્ટ્રીય વિકલ્પ બનવાની સંભાવનાઓ જોઈ રહ્યા છે તેને બહુ નિરાશા થઈ છે. દૂર્ભાગ્યવશ એક રાષ્ટ્રીય વિકલ્પ બનવા માટે ઉંડા અને સજ્જડ પ્રયાસોની જરૂરિયાત હોય છે અને તેનું કોઈ ત્વરિત સમાધાન ઉપલબ્ધ પણ નથી.

આ ટવીટ બાદ તૃણમુલ કોંગ્રેસ ભડકી હતી અને તેણે વળતો વાર કરતાં લખ્યું કે પહેલી વખતના મુખ્યમંત્રી તરફથી આટલા વજનદાર શબ્દો આવી રહ્યા છે. ભૂપેશ બઘેલ તમને વજન કરતાં વધુ શબ્દોથી લખવું શોભા આપતું નથી. આ શબ્દો હાઈકમાન્ડને ખુશ કરવાનો હિન પ્રયાસ છે. આમ પણ શું કોંગ્રેસ વધુ એક ટવીટર ટ્રેન્ડ દ્વારા અમેઠીમાં થયેલી ઐતિહાસિક હારને દૂર કરવાની કોશિશ કરી રહી છે ?

ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે લખીમપુર ખીરી મામલાને લઈને કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું હતું. તેણે કોંગ્રેસને ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી (જીઓપી) ગણાવતાં ટવીટ કર્યું હતું કે જે લોકો એ આશામાં છે કે લખીમપુર ખીરી ઘટના બાદ કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષની તુરંત વાપસી થશે તે ધારણા બિલકુલ ખોટી છે. સાથે જ તેણે લખ્યું કે ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટીના મુળ અને સંગઠનાત્મક નબળાઈનું કોઈ જ ત્વરિત સમાધાન નથી.


Related News

Loading...
Advertisement
Advertisement