સાંદિપની આશ્રમ આયોજિત ગૌરવ એવોર્ડમાં કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવોર્ડ એનાયત કરાયો

11 October 2021 11:00 AM
Porbandar India Top News Gujarat
  • સાંદિપની આશ્રમ આયોજિત ગૌરવ એવોર્ડમાં કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવોર્ડ એનાયત કરાયો
  • સાંદિપની આશ્રમ આયોજિત ગૌરવ એવોર્ડમાં કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવોર્ડ એનાયત કરાયો

એવોર્ડ લેવા માટે કોકિલાબેન વિદેશ હોવાથી ન આવી શકતા તેમના પુત્રવધુ ટીના અંબાણી આવ્યા હતા : સાંદિપની આશ્રમ દ્રારા દર વર્ષે રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે

પોરબંદર : સાંદિપની આશ્રમ આયોજિત ગૌરવ એવોર્ડમાં કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવૉર્ડ એનાયત કરાયો હતો. સાંદિપની આશ્રમ દ્રારા દર વર્ષે રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ત્યારે આ વખતે કોવિડમાં સરાહનિય કામગીરી બદલ કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવૉર્ડથી સન્માનિત કરાયા.

પરંતુ કોકિલાબેન અંબાણી વિદેશ પ્રવાસે હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા.જેથી આ આ એવોર્ડ લેવા માટે કોકિલાબેનના પુત્રવધુ ટીનાબેન અંબાણી આવ્યા હતા અને તેઓએ કોકિલાબેન વતી લોકોનો અને સાંદિપની આશ્રમનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં રાજ્યના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા અને રિલાયન્સના અનિલ અંબાણી અને ટીના અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement