પંજાબના મુખ્યમંત્રીએ પુત્રના લગ્ન સાદગીપૂર્વક કર્યા: જાતે કાર ચલાવીને પહોંચ્યા

11 October 2021 11:35 AM
India Politics
  • પંજાબના મુખ્યમંત્રીએ પુત્રના લગ્ન સાદગીપૂર્વક કર્યા: જાતે કાર ચલાવીને પહોંચ્યા

લગ્નમાં નવજોતસિંઘ સિદ્ધુની ગેરહાજરીથી અનેક અટકળો

દિલ્હી તા.11
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના દિકરાના લગ્ન રવિવારે સાદગી સાથે થયા હતા. જયાં કોઈપણ સુરક્ષા અને વીઆઈપી વગર મુખ્યમંત્રી પોતે એક સામાન્ય વ્યક્તિની જેમ લગ્નમાં હાજરી આપનારા લોકોને મળ્યા હતા. તેમના પુત્ર નવજીતસિંહના લગ્નની ખુશીમાં સીએમ ચરણજીતસિંહ ચન્ની પરિવાર સાથે ઘરેથી પોતાની કાર ચલાવીને ગુરુદ્વારા સચ્ચા ધનસિંહ સાહિબ પહોંચ્યા હતા. મોહાલીના ગુરુદ્વારામાં આનંદ કારજના સમયે વીઆઈપી હોય કે સામાન્ય નાગરિકો દરેક લોકોએ જમીન પર બેસીને લંગર લીધુ હતું. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીના પુત્ર નવજીતસિંહે રવિવારે લગ્ન કર્યા હતા. આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર નવજોતસિંઘ સિદ્ધુ સમારોહમાં ગેરહાજર રહ્યા હતા. સિદ્ધુ લખીમપુર ખીરીથી સીધા જમ્મુ સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરે દર્શન માટે પહોંચ્યા. સિદ્ધુએ ટવીટ કરીને કહ્યું કે નવરાત્રી દરમ્યાન દેવી મા ના દર્શનનો જે આનંદ મળે છે તે આત્માથી બધી ગંદકી સાફ કરે છે. માતા વૈષ્ણોદેવીના ચરણ કમળમાં આવીને હું ધન્ય થઈ ગયો.


Related News

Loading...
Advertisement
Advertisement