ડાયાબીટીસ એટલે જીંદગીભરની ‘સજા’ એવું માની લેવાની જરૂર નથી: ડાયેટ પ્લાન અપનાવો

11 October 2021 12:21 PM
Health India
  • ડાયાબીટીસ એટલે જીંદગીભરની ‘સજા’ એવું માની લેવાની જરૂર નથી: ડાયેટ પ્લાન અપનાવો

* ટેક્નોલોજી-આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ તમારી મદદે

* આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી તૈયાર કરાયેલ ડાયેટ પ્લાનની ત્રણ માસમાં પ્રી-ડાયાબીટીસ સ્થિતિ શકય વજન પણ ઘટે છે

નવી દિલ્હી: કોવિડે માનવ શરીરને અનેક રોગની ભેટ આપી છે તેને લોંગ કોવિડના નામે પણ ઓળખાય છે તે વચ્ચે કોવિડ કાળમાં લાખો લોકોને ડાયાબીટીસની બિમારી પણ વળગી ખાસ કરીને કોવિડથી તેની વાયરસ સામેની પ્રતિકારક શક્તિ વધી છે પણ કેટલાક રોગો એ ઘર પણ કર્યુ છે જેમાં ડાયાબીટીસ મુખ્ય છે પણ કોરોના કાળમાં જ હવે ‘ડાયાબીટીસ ઈન રેમીસન’ તરીકે ઓળખાતી સ્થિતિનો અભ્યાસ કર્યો છે. જેમાં યોગ્ય ડાયેટથી તમારુ બ્લડ સ્યુગર યોગ્ય સ્તરે જાળવવામાં સફળતા મળે છે. સામાન્ય રીતે ‘રેમીશન’ શબ્દ કેન્સર સાથે સંકળાયેલો છે જેમાં કેન્સરના દર્દીને ઓપરેશન કે થેરાપી બાદ તેના શરીરમાં કેન્સરની સ્થિતિને કાબુમાં લઈને વ્યક્તિ જીવિત રહી શકે છે પણ હવે તે ડાયાબીટીસને પણ લાગુ થયા છે.

શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધે કે તે અસંતુલીત બને તો ડાયાબીટીસની સ્થિતિ બને છે અને આ રોગ પછી બ્લડપ્રેસર, હૃદયરોગ, અંધત્વ, કીડનીના રોગ વિ.ને પણ નિમંત્રણ આપે છે. જો યુવા વયે ડાયાબીટીસ થાય તો નપુંસકતા સહિતની સમસ્યા પણ સર્જાય છે પણ હવે ‘ડાયાબીટીસ ઈન રેમીસન’થી તમારા ડાયેટમાં ફેરફાર કરીને તમો તમારા બ્લડ સુગર લેવલને જે લોહીમાં હીમોગ્લોબીન, બ્લડ સુગર કાઉન્ટ છે તેને 6.5ના સ્તરે લાવીને પછી ડાયાબીટીક અસર સૌથી મુક્તિ મેળવી શકે છે. મતલબ કે હવે ડાયાબીટીસ થાય એટલે જીંદગીભર આ રોગ સાથે જીવવું પડશે તે સ્થિતિ બનશે નહી.

વાસ્તવમાં રેમીસન એટલે કે એક એવી સ્થિતિ જે નુકશાનકારક રહેતી નથી અને તેનો બીજો ફાયદો એ છે કે કેન્સરની જેમ તેઓ તમારે સારવારની આકરી સ્થિતિમાં મહિનામાં કે વર્ષો સહન કરવું પડતું નથી. ખાસ કરીને ટાઈપ ટુ ડાયાબીટીસ જે આપણી લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલો છે. તેને ‘સ્થગીત’ કરવો કે તેને નુકશાન ન થાય તે સ્તરે લાવવું સરળ છે.

ખાસ કરીને જેઓને ડાયાબીટીસનો પ્રારંભ હોય કે વધુમાં વધુ એક દશકાથી હોય તેના માટે આ ડાયેટ પદ્ધતિ અસરકારક છે અને સૌથી રસપ્રદ બાબત એ છે કે આ પ્રકારની સારવારમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ’ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેના આધારે પ્રી-ડાયાબીટીક સ્થિતિ લાવી શકાય છે.

ખાસ કરીને જેઓને ડાયાબીટીસ વારસામાં મળે છે તેઓને આ પદ્ધતિથી તેઓનો આ વારસો આગળ વધતો અટકાવી શકે છે. આ માટે તબીબો તમારા બ્લડ સુગર લેવલને સતત મોનીટર કરે છે અને કયાં તબકકે તે ઉપર જાય છે કે ઘટે છે તેની પેટર્ન આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી ચાર્ટ તૈયાર કરે છે. ખાસ કરીને જયારે ઘઉંના ઉત્પાદનવાળી ચીજો ખાય તો તેનું બ્લડ સુગર લેવલ વધી જાય છે.

જયારે અન્ય ચીજો ભોજનમાં લે તો બ્લડ સુગર સ્ટેબલ થાય છે. ફાયબર ધરાવતી ચીજો ખાવાથી ડાયાબીટીક સ્તર નીચું આવે છે જયારે ગત ચીજો મીઠાઈ ખાવાથી ઉંચુ આવે છે પણ તેનું લેવલ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી આપવામાં આવે છે અને તેના આધારે ડાયેટીશન તમારા ભોજનનું બેલેન્સ નકકી કરે છે અને તે ત્રણ માસની પ્રક્રિયા બાદ ડાયાબીટીસ ધરાવતા વ્યક્તિ તેનું સાત કિલો વજન પણ ઘટાડી શકે છે અને તેનું બ્લડ સુગર લેવલ પ્રી-ડાયાબીટીક સ્તરે આવે છે. કર્નાલ સ્થિત એન્ડોકીન સોસાયટી ઓફ ઈન્ડીયાના ડો. સંજય કાલરા એ આ પ્રકારે 100 જેટલા દર્દીઓને ગત વર્ષે પ્રી-ડાયાબીટીક સ્થિતિએ લાવવામાં સફળતા મેળવી હતી.

આ માટે એબીસીડીઈ- નિયમ અપનાવાઈ છે જેમાં એ એટલે કે દર્દીની ઉંમર બી એટલે કે શરીરનું વજન અને જેનું વજન વધુ હોય તેને ઘટાડવામાં સારી સફળતા મળે છે. ‘સી’ એટલે કે ‘પેપ્ટાઈડ’ જે શરીરના એ બાયોકેમેસ્ટ્રી સાથે સંકળાયેલ છે જે ભોજન બાદની હોજરીની એસીડ અસર તપાસે છે. ડી-મીનલ તેના બ્લડ સુગરનું લેવલ અને ઈ- એટલે ખાનપાન આ પછી એક ખાસ સોફટવેરની મદદથી ડીજીટલ પ્રોગ્રામ તૈયાર થાય છે જેમાં ભોજનનું બેલેન્સ નિશ્ર્ચિત થાય છે અને તેને ત્રણ માસ મોનીટર થાય છે જો તે યોગ્ય રહે તો ત્રણ માસ બાદ ડાયાબીટીકની અસર રહેતી નથી. આ બાદ વ્યક્તિનું નવું ડાયેટ ચાર્ટ તૈયાર થાય છે જેમાં તેના વજનને એક યોગ્ય સ્તરે લાવીને પછી તેના ડાયેટમાં ઘણી બધી છૂટ મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement