સિઝનના પ્રારંભે જ સીંગતેલમાં ભડકો: દસ કિલો લુઝનો ભાવ ફરી રૂા.1500

11 October 2021 03:58 PM
Business Rajkot
  • સિઝનના પ્રારંભે જ સીંગતેલમાં ભડકો: દસ કિલો લુઝનો ભાવ ફરી રૂા.1500

રાજકોટ તા.11
ચોમાસાના આખરી મહિનામાં વરસેલા ધમાકેદાર વરસાદથી મગફળીનું મબલખ ઉત્પાદન થવાના પ્રાથમીક અંદાજ વચ્ચે સીંગતેલમાં સીઝનના પ્રારંભે જ ભડકો થયો છે. દસ કિલો સીંગતેલ લુઝનો ભાવ ફરી 1500ને આંબી ગયો છે. જયારે ટેકસપેઈડ ડબ્બાનો ભાવ 2550 સુધી બોલાયો છે.

કપાસીયાતેલ, પામોલીન, રાયડાતેલ સહિત તમામ ખાદ્યતેલ ઉંચકાયા હતા. વેપારીઓના કહેવા પ્રમાણે મગફળીની આવક વધી રહી હોવા છતાં અપેક્ષિત વધારો નથી. ઉપરાંત ભેજવાળો માલ આવતો હોવાથી પિલાણના ઉપયોગમાં આવતો નથી. આ સ્થિતિમાં માલ ખેંચ સર્જાતા ભાવ સળગ્યા છે. આ સિવાય વિશ્ર્વબજારોમાં નવેસરથી તેજી થતા ભાવને ટેકો મળી ગયો છે. કપાસમાં નુકશાનીને કારણે કપાસીયાની ખેંચ સર્જાવાની ભીતિ પણ કારણરૂપ છે.


Related News

Loading...
Advertisement
Advertisement