શેરબજારમાં બલ્લે-બલ્લે: નિફટી 18000, સેન્સેકસ નવી ટોચે

11 October 2021 04:02 PM
Business India
  • શેરબજારમાં બલ્લે-બલ્લે: નિફટી 18000, સેન્સેકસ નવી ટોચે

પાવર, ઓટો, એનબીએફસી બેંક, સહિતનાં હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલી, નિફટી પ્રથમવાર 18000 ને પાર: સેન્સેકસ 253 પોઈન્ટ વધ્યો

રાજકોટ તા.11
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો નવો સિલસિલો શરૂ થયો હોય તેમ આજે ધુમ લેવાલીથી સેન્સેકસ તથા નિફટીમાં નવો રેકોર્ડ સર્જાયો હતો નીફટી 18000 ની સપાટીને પાર કરી ગયો હતો.

કોરોનાકાળ વખતથી છેલ્લા દોઢ વર્ષથી શેરબજારમાં જામેલી તેજી પુરપાટ આગળ ધપતી તેજી આજે પણ આગળ ધપી હતી. શરૂઆત નબળા ટોને થયા બાદ પસંદગીના હેવીવેઈટ શેરોમાં ધુમ લેવાલી શરૂ થતાં માર્કેટ ઝડપભેર ગ્રીનઝોનમાં આવી ગયુ હતું. વિશ્ર્વ બજારની તેજી, તહેવારોની ધૂમ ડીમાંડથી કોર્પોરેટ પરીણામો સુપરડુપર આવવાના આશાવાદ અને તેને પગલે આર્થિક વૃધ્ધિદર જોરદાર રહેવાની ગણતરી જેવા કારણોની પ્રોત્સાહક અસર હતી.

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી મોંઘવારી-ફૂગાવો બેફામ થવાની આશંકાને ડીસ્કાઉન્ટ ગણી લેવાયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજી ગ્રુપની પકકડમાં જ છે ઈન્ડેકસ બેઈઝડ શેરોમાં જોર વધુ છે. રોકડાના શેરોમાં પણ ફંડો તથા ઈન્વેસ્ટરોની ધૂમ લેવાલી આવતી હોવાથી માર્કેટ નવી ઉંચાઈએ આવી રહ્યું છે.

શેરબજારમાં આજે એમસીએફસી, ઓટો પાવર જેવા ક્ષેત્રોના શેરો ધુમ લેવાલીથી ઉંચકાયા હતા.ટાટા મોટર્સ, કોલ ઈન્ડીયા, મારૂતી, ગ્રાસીમ, એનર્જી એકસચેંજ, ટાટાપાવર, એચડીએફસી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, મહીન્દ્રા, નેસલે, બજાજ ઓટો, બજાજ ફીન સર્વીસ, ઉંચકાયા હતા. ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો, ભારતી એરટેલ નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 253 પોઈન્ટના ઉછાળાથી 60513 હતો.તે ઉંચામાં 60476 તથા નીચામાં 59811 હતો.નેશનલ સ્ટોક એકસચેંજના, નીફટી 96 પોઈન્ટના ઉછાળાથી 17292 હતો તે ઉંચામાં 18041 તથા નીચામાં 17839 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement