ટીબી માટેની બે નવી રસીની ટ્રાયલ શરૂ

11 October 2021 04:47 PM
Health India
  • ટીબી માટેની બે નવી રસીની ટ્રાયલ શરૂ

ટ્રાયલમાં ત્રીજા તબક્કામાં 12000 પાર્ટિસીપેટની ભરતી કરાઇ

નવી દિલ્હી,તા.11
વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ટીબી નાબુદ કરવા માટે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ બે સંભંવિત રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે અંદાજે 12 હજાર સહભાગીઓની ભરતી કરી છે.

સંશોધકો જાણવા માંગે છે. કે ટીબીનું નવા નિદાન થયેલા વ્યકિતના ઘરના પુખ્ય સભ્યોમાં રોગ અટાવવા આ રસી કેટલી અસરકારક છે. આ સંભંવિત રસીઓ વ્યવસાયિક રીતે અથવા રાષ્ટ્રીય ટીબી કાર્યક્રમ માટે મંજુર થાય તે પુર્વે દેશના 7 સ્થળોના સહભાગીઓનું 3 વર્ષ સુધી નીરીક્ષણ કરવામાં આવશેે.મહત્વનુું છે કે, ફેફસાના ટયુબરકયુલોસિસને રોકવા માટે જે રસીઓનુું પરીક્ષણ કરવામાં આવી રહયું છે. તેમાંની એક ઇમ્યુવાક છે. જે રકતપિતને રોકવા માટે વિકસાવવામાં આવી હતી. સરકારી આંકડા મુજબ વર્ષ 2020માં નોંધાયેલા ટીબીના કેસોની કુલ સંખ્યામાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ બાબતે નિષ્ણાંતોએ જણાવ્યું કે, કોરોના રસી પ્રારંભિક પરિણામો ઝડપથી આપવા લાગે છે. જયારે ટીબીએ લાંબા ગાળાથી ગળાની બીમારી હોવાને કારણે તેના કોઇપણ પરિણામ સુધી પહોંચવા માટે પાર્ટિસિપેટનું લાંબા સમયગાળા સુધી અવલોકન કરવું પડે તેમ છે.


Related News

Loading...
Advertisement
Advertisement