રાજકોટ જેલમાં ગુજસીટોકના આરોપીને અમરેલીમાં કોર્ટની મુદતે લઈ જતી પોલીસે આરોપીને તેના પરિવારને મળવા ઘરે લઇ ગઈ : PSI, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

12 October 2021 11:00 AM
Rajkot Crime Top News
  • રાજકોટ જેલમાં ગુજસીટોકના આરોપીને અમરેલીમાં કોર્ટની મુદતે લઈ જતી પોલીસે આરોપીને તેના પરિવારને મળવા ઘરે લઇ ગઈ : PSI, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
  • રાજકોટ જેલમાં ગુજસીટોકના આરોપીને અમરેલીમાં કોર્ટની મુદતે લઈ જતી પોલીસે આરોપીને તેના પરિવારને મળવા ઘરે લઇ ગઈ : PSI, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
  • રાજકોટ જેલમાં ગુજસીટોકના આરોપીને અમરેલીમાં કોર્ટની મુદતે લઈ જતી પોલીસે આરોપીને તેના પરિવારને મળવા ઘરે લઇ ગઈ : PSI, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

રાજકોટથી રાજુલા કોર્ટ મુદતે લઈ ગયા બાદ દોલતી ગામે પરીવારજનો સાથે મુલાકાત કરાવવા ગયાના ફોટોગ્રાફ્સ સાથેના પુરાવા અમરેલી જિલ્લા પોલીસ વડાને આપ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનરને કરેલા રીપોર્ટના આધારે આખરે કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ તા.12,
અમરેલી ગુજસીટોકના આરોપીને સવલતો પુરી પાડવાના મામલે રાજકોટ ગાંધીગ્રામની બજરંગવાડી પોલીસ સ્ટેશનના પીએઅસઆઈ અને બે કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે. પીએસઆઈ અને બન્ને કોન્ટેબલે ગુજસીટોકના કેદીને પરિવાર સાથે ખાનગી મુલાકાત ગોઠવી દીધી હોવાનો આરોપ છે.

મળતી વિગતો મુજબ અમરેલીના ગુજસીટોકના આરોપી સાવરકુંડલાના દોલતી ગામના શૈલેષ નાથાભાઈ ચાંદુને રાજકોટ સેન્ટ્રલ જેલમાં ધકેલાયો હતો. તેની રાજુલાની કોર્ટમાં મુદત હોવાથી કેદી પાર્ટીમાં ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળની બજરંગવાડી ચોકીના પીએસઆઈ મહેશ ગઢવી ઉપરાંત હેડકવાર્ટરના બે કોન્સ્ટેબલ પૂર્વદિપસિંહ ગીરવાનસિંહ અને વિરેન્દ્રસિંહ બળદેવસિંહ જાડેજાને જાપ્તો અપાયો હતો. શૈલેષ નાથાભાઈ ચાંદુને સરકારી ગાડીમાં રાજુલા લઈ ગયા હતા.

રાજુલા કોર્ટ મુદત પુરી થયા બાદ શૈલેષ નાથાભાઈ ચાંદુને કેદી પાર્ટીના માણસો દોલતી ગામે તેના પરીવારજનો સાથે મુલાકાત કરાવવા તેના ઘરે લઈ ગયા હતા. આ સમગ્ર પ્રકારણમાં જાગૃત નાગરિકે જેના ફોટોગ્રાફસ પાડી લીધા હતા. આ ફોટોગ્રાફસ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને મોકલવામાં આવતાં તપાસ કરાવાઈ હતી. પોલીસ વડે કરેલી તપાસમાં સીસીટીવી ફુટેજમાં પણ કેદી પાર્ટીના માણસો આરોપીને તેના ઘરે લઈ ગયાનું ખુલતા અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયનેએ કેદી પાર્ટીના માણસો સામે કાર્યવાહી કરવા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પુરાવા સાથે રીપોર્ટ કર્યો હતો.

જેના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બજરંગવાડી ચોકીના પીએસઆઈ મહેશ ગઢવી ઉપરાંત તેની સાથે કેદી પાર્ટીમાં ગયેલા બંને હેડકવાર્ટરના બે કોન્સ્ટેબલ પૂર્વદિપસિંહ ગીરવાનસિંહ અને વિરેન્દ્રસિંહ બળદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમની બજવણી કરવામાં આવતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. આ પ્રકરણમાં પોલીસની ગાડીનો ડ્રાઈવરની પણ જવાબદારી બનતી હોય તે કોન્ટ્રાકટ બેઈઝ ઉપર ફરજ બજાવતો હોવાથી તેની સામે બીજી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement