અમારી સાથે યુદ્ધ કરશે તો ભારત ચોકકસ હારશે: ચીન

12 October 2021 11:43 AM
India Top News World
  • અમારી સાથે યુદ્ધ કરશે તો ભારત ચોકકસ હારશે: ચીન

* ચીનના સરહદી અખબારે ખુલ્લમખુલ્લા ધમકી આપી

* સરહદી વિવાદ તાકીદે ઉકેલવા જરૂરી: ‘અમારા’માં પ્રદેશ પાછા લેવાની તમામ શક્તિ છે: ગ્લોબલ ટાઈમ્સ

* અમેરિકા સાથેના અમારા તનાવ ભર્યા સંબંધોથી ભારતને કોઈ લાભ નહી થાય: મુદાસર ચેતવણી આપી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સતત વધતા જતા સરહદી તનાવ તથા સીમા પરથી દળો હટાવવા માટે ચીનનો ઈન્કાર બાદ ઠપ્પ થયેલી સેના-વાટાઘાટો વચ્ચે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના અગ્રલેખમાં ચીને હવે લશ્કરી સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે તેવી ચેતવણીની સાથે એ પણ ધમકી આપી કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો ભારત આ યુદ્ધ હારી જશે.

એક સાથે અનેક મોરચા ખોલવામાં ચીનના આ અખબારે ધમકી આપી છે કે ચીન જે રીતે સરહદી સ્થિતિ ઈચ્છે છે. મતલબ કે તેણે જે ભારતીય પ્રદેશો પર દાવો કરે છે તે ભારતે સોપવા પડશે અને તેમ જો નહી બને તો બન્ને દેશો વચ્ચે યુદ્ધ નિશ્ચિત છે અને ભારતની હાર પણ નિશ્ચિત છે.

અખબારે એ પણ ચીમકી આપી કે કોઈપણ રાજકીય દબાણ કે હસ્તક્ષેપ (અન્ય દેશોના) તે સ્વીકારશે નહી. ગ્લોબલ ટાઈમ્સે ચીનના શાસકોને સલાહ આપતા કહ્યું કે જે પ્રદેશ આપણા છે તેના પર કદી સમાધાન થવું જોઈએ નહી. ભારત ગમે તેટલી મુશ્કેલીઓ હોય તો પણ તેની ચિંતા થવી જોઈએ નહી. ભારત બોર્ડર મુદે હજુ ઉંઘમાં છે અને તે જાગે ત્યાં સુધી રાહ જોવી પડશે પણ ચીન પાસે આ વિવાદ બનાવી રાખવા તમામ શક્તિ છે. ચીન અને ભારત બન્ને મહાન સતા છે પણ તો અરસપરસની સમજુતી ન થાય તો ભારતને અથડામણ જ ઈચ્છતુ હોય તો ચીન તેના માટે તૈયાર છે.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે નવી દિલ્હી હંમેશા પરીસ્થિતિને ખોટી રીતે પારખે છે અને ચીન તેના સરહદી ક્ષેત્ર માટે પ્રતિબંધ છે અને ભારત તે સમજશે નહી તો તે કમનસીબી હશે અને ભવિષ્યનું નુકશાન હશે.

ગ્લોબલ ટાઈમ્સે આક્ષેપ કર્યો કે ભારત તકવાદી રીતે વર્તી રહ્યું છે. ભારત એમ માને છે કે ચીનને પશ્ચિમી ક્ષેનિ સિમામાં સ્થિરતા માટે ચીનને ભારતની જરૂર છે.
ભારત તે ઉપરાંત અમેરિકા-ચીનના સંબંધોમાં જ તનાવ છે તેનો બાર્ગમીગ તરીકે ઉપયોગ કરવા માંગે છે. ભારત એવું માને છે કે ચીન બોર્ડર મુદે હળવું વલણ દાખવીને ભારતને અમેરિકા ભણી જતુ અટકાવવા માંગે છે પણ ભારત અને ચીનનો સરહદી વિવાદ અલગ છે અને મૂળ કારણ એ છે કે ભારતે હજું વાટાઘાટમાં સાચું વલણ અપનાવ્યુ નથી અને તે વાસ્તવિકતા અને શક્તિને પારખતું નથી.


Related News

Loading...
Advertisement
Advertisement