કોરોના રસીકરણમાં ગાંધીનગર, જુનાગઢ સુરત 100 ટકાને પાર: રાજકોટમાં 98 ટકા

12 October 2021 12:12 PM
Surat Gujarat Rajkot
  • કોરોના રસીકરણમાં ગાંધીનગર, જુનાગઢ સુરત 100 ટકાને પાર: રાજકોટમાં 98 ટકા

દેશમાં વેકિસનેશનમાં ગુજરાત બીજા સ્થાને: 89 ટકાને પ્રથમ, 44 ટકાને બીજો ડોઝ અપાયો

અમદાવાદ તા.12
સોમવારે રાજયનાં સુરત, ગાંધીનગર, અને જુનાગઢ એવા શહેર બની ગયા હતા કે જેમની 100 ટકાથી વધુ વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.આ સાથે જ રાજયનાં અમદાવાદ, રાજકોટ,વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ 90 ટકાથી વધુ લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચુકયા છે. આ શહેરોમાં કુલ મળીને 97 ટકા ટાર્ગેટ વસ્તીને પ્રથમ ડોઝ મળી ગયો છે.

જે રાજયનાં સરેરાશ 89 ટકાથી વધુ છે.ઉપરાંત રાજયની બીજા ડોઝની સરેરાશ 44 ટકા છે. જેની તુલનાએ આ 8 મહાનગરોમાં બીજો ડોઝ મેળવનારા સરેરાશ પર ટકા લોકો છે. એનો અર્થ એ છે કે પ્રથમ ડોઝ લઈ ચુકેલા લોકોમાંથી અડધાથી વધુ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. આ સાથે જ 83 લાખ લોકો એવા છે કે જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે.પરંતુ હજુ બીજો ડોઝ લીધો નથી.

રાજયના રસીકરણ વિભાગે આ બાબતને સુનિશ્ચિત કરવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે કે આ લોકો રસીના બન્ને ડોઝ લઈ લે. રાજયનાં રસીકરણ અધિકારી ડો.નયન જાનીએ જણાવ્યું કે, જે લોકો હજુ બીજો ડોઝ લેવા આગળ નથી આવ્યા તેનો અમે મનપા સાથે મળી નજીકનાં બુથ પર રસી લેવાનું માર્ગદર્શન આપી રહ્યા છીએ. આમ, જોઈએ તો ગુજરાતના પ્રથમ રાજયોનાં ભારતમાં બીજા સ્થાને છે. જેની 89 ટકા વસતી પ્રથમ ડોઝ તેમજ 44 ટકા વસ્તીએ બીજો ડોઝ લઈ લીધો છે.

આ બાબતમાં પહેલા સ્થાને કેરળ છે. જયારે એમ.પી.ગુજરાતની સાથે બીજા સ્થાને છે. કેન્દ્રના આંકડાઓ મુજબ હિમાચલ પ્રદેશની 100 ટકા તેમજ જમ્મુ-કાશ્મીરનાં 97 ટકા વસ્તી પ્રથમ ડોઝ લઈ ચુકી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં બન્ને ડોઝ મળીને 6.5 કરોડ લોકોનું રસીકરણ થઈ ગયુ છે.
રાજયમાં સંબંધીત ત્રીજી લહેરને ખાળવા તહેવારોની સિઝન પૂર્વે જ વધુને વધુ લોકોને રસીથી રક્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઝડપથી શહેરી વસ્તીને બન્ને ડોઝ અપાવાનું લક્ષ્ય છે. જે માટે અવારનવાર કેમ્પ સહીતનાં આયોજનો કરવામાં આવી રહ્યા છે શહેરોનાં તબીબોનું કહેવુ છે કે રસીકરણમાં ઝડપને પગલે અમદાવાદ જેવા મહાનગરોમાં કેસ પણ વધ્યા છે. તેમજ સંક્રમણ બાબતે લોકોની ગંભીરતા પણ વધી છે.


Related News

Loading...
Advertisement
Advertisement