કોટેચા પરિવારનો ગુરૂવારે પોરબંદર ખાતે ધર્મોત્સવ

12 October 2021 12:23 PM
Porbandar
  • કોટેચા પરિવારનો ગુરૂવારે પોરબંદર ખાતે ધર્મોત્સવ

યજ્ઞ, નૂતન, ધ્વજારોહણ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

જામ ખંભાળિયા, તા. 12
રઘુવંશી જ્ઞાતિના કોટેચા પરિવારજનોના કુળદેવી માં ભવાની તથા આરાધ્ય શ્રી રાંદલ માતાજીનો 17મો શારદીય નવરાત્રિ મહાયજ્ઞ મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના અંતિમ દિવસોમાં યોજવામાં આવ્યો છે. અંતર્ગત આગામી ગુરૂવાર તારીખ 14 ના રોજ નવમા નોરતે સવારે સાડા આઠ વાગ્યે મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પ્રારંભ, હોમાત્મક વિધિ, અન્નકુટ દર્શન, તેમજ 11 વાગ્યે ધ્વજારોહણ ઉપરાંત 351 દીવડાઓ સાથેની આરતીના દર્શન યોજવામાં આવ્યા છે.પોરબંદર નજીક આવેલા બોખીરા ગામ પાસે રજવાડી પાર્ક સ્થિત "કેવલ ધામ” ખાતે યોજવામાં આવેલા આ ધર્મમય કાર્યક્રમોમાં સર્વે કોટેચા પરિવારજનોને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. (તસ્વીર : મિલન કોટેચા)


Loading...
Advertisement
Advertisement