જસદણના છાત્રોએ કરાટે સ્પર્ધામાં સિલ્વર-બોન્ઝ મેડલ મેળવ્યા

12 October 2021 12:24 PM
Jasdan
  • જસદણના છાત્રોએ કરાટે સ્પર્ધામાં સિલ્વર-બોન્ઝ મેડલ મેળવ્યા

(નરેશ ચોહલીયા) જસદણ, તા.12
આઈ.એસ.કે.યુ. સોતોકાન કરાટે ગુજરાત ચેમ્પિયનશીપનું રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્દોર સ્ટેડીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપમાં અલગ-અલગ જિલ્લામાંથી 350 જેટલા કરાટે બાળકોએ ભાગ લીધો હતો. જેમાં જસદણ તાલુકામાંથી અંડર-13 અને 14 માં ફાઈટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર હાલારી મન નામના બાળકે સીલ્વર મેડલ અને કાત ટુર્નામેન્ટમાં બોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને આવનારી તા.30-31 ડિસેમ્બરમાં થનારી ઈન્ટરનેશનલ સોતોકાન કરાટે ચેમ્પિયનશિપમાં સ્થાન પ્રાપ્ત કરતા જસદણ તાલુકાનું અને તેમના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ બાળકના કરાટે કોચ ધીયાડ ચેતને પણ જસદણના ફાઈટર હાલારી મનને શુભેચ્છાઓ પાઠવી હતી.


Loading...
Advertisement
Advertisement