શિક્ષકોના પગાર વિસંગતતાના મુદ્દે બોટાદ ન.પ્રા. શિક્ષક ઘટક સંઘના પ્રતિનિધિઓની સફળ રજુઆત

12 October 2021 12:48 PM
Botad
  • શિક્ષકોના પગાર વિસંગતતાના મુદ્દે બોટાદ ન.પ્રા. શિક્ષક ઘટક સંઘના પ્રતિનિધિઓની સફળ રજુઆત

બોટાદ, તા. 1ર
ગત તા.5ના બોટાદ નગર પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ રણજીતભાઇ ગોવાળીયા તથા પ્રતિનિધિ શિક્ષકોમાં નરેન્દ્રસિંહ સોલંકી,ભાવેશભાઈ કણઝરિયા તથા મુકેશભાઈ કોગતિયા તેમજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામત્રી મનોજભાઈ પટેલ તથા સિદ્ધપુર ઘટક સંઘના પ્રમુખ હરગોવિંદભાઈ દેસાઈ દ્વારા ગાંધીનગર મૂકામે મુખ્યમંત્રી, નાણામંત્રીશ્રી, શિક્ષણમંત્રી (કેબીનેટ કક્ષા), માન. શિક્ષણમંત્રી (રાજ્ય કક્ષા, શિક્ષણસચિવ વિનોદ રાવ સાથે નગરપાલિકાના શિક્ષકોના અતિ મહત્વના પ્રશ્ન 1.1.1996થી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ(4200 ગ્રેડ પે) વિસંગતતા બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી.
શાળાઓમાં લેવામાં આવતી એકમ કસોટીનુ ભારણ ઓછું કરવા તેમજ બોટાદને ઈંગ્લિશ મીડીયમની સરકારી પ્રા. શાળા ફાળવવા રજૂઆત કરવામાં આવી.
આમ, શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર મુકામે કરવામાં આવેલ ઉક્ત રજુઆતો સફળ રહેશે તેવું જણાઈ આવે છે.


Loading...
Advertisement
Advertisement