લખીમપુર હિંસા મામલે કાલે રાષ્ટ્રપતિને મળશે રાહુલ ગાંધી

12 October 2021 04:00 PM
Politics India
  • લખીમપુર હિંસા મામલે કાલે રાષ્ટ્રપતિને મળશે રાહુલ ગાંધી

કોંગ્રેસ ડેલિગેશન પણ સાથે રહેશે: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવાની થઈ શકે માંગણી

નવીદિલ્હી, તા.12
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લખીમપુર હિંસા મામલે કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે જશે. તેની સાથે પક્ષનું એક ડેલિગેશન પણ હશે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને સવારે 11:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિની સાથે ખેડૂતોના મોત મામલે પણ ચર્ચા કરશે.

કોંગ્રેસનું આ ડેલિગેશન રાષ્ટ્રપતિ પાસે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટોનીને તેમના પદ પરથી હટાવવાની પણ માંગ કરી શકે છે. તેઓ આ મામલે રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે તેવી પણ માંગ કરશે.

ઉલ્લેખનીય છે કે જે દિવસે આ હિંસા લખીમપુરમાં થઈ છે એ દિવસે યુપી સરકારના મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે તેઓ લખીમપુરમાં એક સભા કરી રહ્યા હતા. સોશ્યલ મીડિયામાં અમુક વીડિયો ફૂટેજ દ્વારા અજય મિશ્રાના પુત્રની સંડોવણીનો દાવો કરવામાં આવ્યો જેને કોર્ટે પોલીસ હવાલે કર્યો છે.

લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂતો અને એક પત્રકારને શ્રદ્ધાંજલિ આપવા માટે તિકુનિયામાં આજે અંતિમ અરદાસ માટે લોકોની ભારે ભીડ એકઠી થવાનું શરૂ થઈ ગયું છે. બીજી બાજુ અંતિમ અરદાસ અને અસ્થિ કળશ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. આ માટે પર્યાપ્ત પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement