કંગનાએ જેકીચાનની પોસ્ટ શેર કરી શાહરૂખખાનને ચિંટીયો ભર્યો

12 October 2021 04:08 PM
Entertainment India World
  • કંગનાએ જેકીચાનની પોસ્ટ શેર કરી શાહરૂખખાનને ચિંટીયો ભર્યો

ડ્રગ્સ સ્કેન્ડલમાં જયારે જેકીચાનનો પુત્ર પકડાયો ત્યારે તેણે જાહેરમાં માફી માંગેલી

મુંબઈ: આર્યનનાં ડ્રગ્સ પ્રકરણમાં હવે બોલીવુડ કવીન કંગના રનૌતે પણ ઝંપલાવ્યું છે. કંગનાએ ગઈકાલે તેના ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટમાં જેકીચાનની એક સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં હોલીવુડ સ્ટાર જેકીચેન તેનો પુત્ર જેસી 2014 માં એક ડ્રગ્સ સ્કેન્ડલમાં પકડાય છે. ત્યારે જાહેરમાં દિલગીરી વ્યકત કરતો જોવા મળે છે.

જેકીચાન કહે છે મને મારા પુત્રના કૃત્ય માટે શરમ થાય છે. આ મારી જ નિષ્ફળતા છે. હું તેને બચાવવા માટે કોઈ દખલગીરી નહીં કરૂ. બાદમાં જેકીચાનના પુત્રને 6 મહિનાની જેલ સજા થઈ હતી. કંગનાએ આ પોસ્ટ શેર કરીને લખ્યુ આ તો માત્ર કહેવા ખાતર કંગનાની આ પોસ્ટ ત્યારે આવી છે. જયારે શાહરૂખખાનના પુત્ર આર્યનની ડ્રગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement