આર.બાલ્કી તેની નવી ફિલ્મ ‘ચૂપ’થી મહાન ડિરેકટર ગુરૂદતને આપશે શ્રદ્ધાંજલી

12 October 2021 04:10 PM
Entertainment India
  • આર.બાલ્કી તેની નવી ફિલ્મ ‘ચૂપ’થી મહાન ડિરેકટર ગુરૂદતને આપશે શ્રદ્ધાંજલી

સાયકોલોજીકલ થ્રિલરની આર.બાલ્કીએ ગુરૂદતની પુણ્યતિથિએ કરી જાહેરાત

મુંબઈ તા.12
અનોખી ફિલ્મોનાં સર્જક આર.બાલ્કીએ વધુ એક વિશિષ્ઠ ફિલ્મ ‘ચૂપ’ની જાહેરાત ગઈકાલે રવિવારે દંતકથારૂપ ફિલ્મ મેકર ગુરૂદતની પુણ્યતિથિએ કરી હતી.ગુરૂદત એ ફિલ્મ સર્જક હતા જેમબણે ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘સાહબ બીબી ઔર ગુલામ’જેવી કલાસીક ફિલ્મો બનાવી હતી. "ચૂપ” એક સાયકોલોજીકલ થ્રીલા છે.

જેમાં સન્ની દેઓલ, પૂજા ભટ્ટ, દુલકર સલમાન અને શ્રેયા ધનવંતરી ભૂમિકા ભજવી રહ્યા છે. બાલ્કીએ ફિલ્મનાં મોશન પોસ્ટરને ખુલ્લુ મૂકયુ હતું. બાલ્કીએ જણાવ્યું હતું કે ‘ચૂપ’એ સંવેદનશીલ કલાકાર ગુરૂદતે તેમના સમયના ટોપ કલાકાર હતા મારી પાસે આ ફિલ્મની સ્ટોરી ઘણા લાંબા સમયથી હતી. મને ખુશી છે કે હવે અમે તેનું ફિલ્માંકન કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે 57 વર્ષિય ફિલ્મ મેકર આર બાલ્કીએ ‘પા’, ‘ચીનીકમ’, ‘કિ એન કા’, ‘પેડમેન’ જેવી આ ફિલ્મની પટકથા-ડાયલોગ બાલ્કીએ લખ્યા છે. જેમાં ક્રિટીક-રાઈટર રાજાસેન ઋષિ વિરમાણીનો સહયોગ મળ્યો છે.સંગીત અમિત ત્રિવેદી આપે છે.


Related News

Loading...
Advertisement
Advertisement