આર્યનના કરતૂતથી શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુને અસર થશે? એડ ગુરુઓ કહે છે-ના

12 October 2021 04:12 PM
Entertainment India
  • આર્યનના કરતૂતથી શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુને અસર થશે? એડ ગુરુઓ કહે છે-ના

* બાયજુસે શાહરુખની એડ પર રોક લગાવી છે ત્યારે...

* હાલની પરિસ્થિતિ તમાશા જેવી: પ્રહલાદ કક્કડ એસઆરકેની પહેલા જેવી બ્રાન્ડ વેલ્યુ જ નથી: નંદી

મુંબઇ,તા.12
ભૂતકાળમાં વર્ષો પહેલાના એડ ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને ભલે મજાકમાં એમ કહી દીધું હોય કે મારો પુત્ર ડ્રગ્સ લેશે તો તેની સામે મારો કોઇ વાંધો નહીં હોય પણ પુત્ર આર્યન ડ્રગસ કેસમાં જેલમાં જતા હાલ તો શાહરૂખ ખાન ટેન્શનમાં આવી ગયો છે. એટલું જ નહીં તેની બ્રાન્ડ વેલ્યુને પણ અસર પડી છે.

તાજેતરના એક અહેવાલ મુજબ શૈક્ષણીક ટેકનોલોજી કંપની બાયજુસે આર્યનની ડ્રગ્સ કેસમાં સંડોવણી બાદ શાહરૂખ ખાનની એડ પર રોક લગાવી દીધી છે.
શું આર્યનના કરતુતોની અસર શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ પર અસર પડશે ? હાલમાં તે પેઇન્ટસથી માંડીને કાર સુધીના ઉત્પાદનોની વિશાળ શ્રેણીની જાહેરાતો કરે છે. શું શાહરૂખની બ્રાન્ડ વેલ્યુની અન્ય એડ પર અસર પડી શકે છે ? તેવા પ્રશ્ર્નોના જવાબમાં એડ ગુરુ નિષ્ણાંતો કહે છે-ના.

આ મામલે એડ ગુરુ પ્રહલાદ કક્કડ કહે છે- હાલની પરિસ્થિતિ એક તમાશા છે. બ્રાન્ડ બાળકોને લક્ષ કરતી જાહેરાતોને રોકી શકે છે. કક્કડ આગળ કહે છે કે તમારા બ્રાન્ડ એમ્બેસેડરનો પુત્ર ડ્રગ્સ કરી રહયો છે. એમ કહીને હરીફો તેનો ઉપયોગ કરી શકે છે. આર્યનને ફકત એટલા માટે પકડવામાં આવ્યો છે કે, તે રાજકીય બાબત છે અને દરેક જણ તે સમજે છે. એટલે અંતે તો તેને જવા દેવો પડશે.

ફિલ્મ અને એડ પ્રોડયુસર તેમજ એેક જમાનાના પત્રકાર પ્રીતિશ નંદીને નથી લાગતું આર્યન ડ્રગ્સ પ્રકરણની એસઆરકેની બ્રાન્ડ વેલ્યુ પર અસર થાય.નંદી કહે છે હાલ ખુદ શાહરૂખ ખાનની એટલી બ્રાન્ડ વેલ્યુ નથી. જેટલી પહેલા હતી. તેની બ્રાન્ડ વેલ્યુના કુદરતી ઘટાડો થયો છે. વેપાર નિષ્ણાંત અતુલ મોહનને એવું લાગે છે કે, આ બધું કામ ચલાઉ છે અને તેમાંથી એસઆરકે મજબુતીથી બહાર આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement