ડિઝલનો ભાવ વધારો કમ્મરતોડ : ટ્રાન્સપોર્ટ ભાડા વધુ 10 ટકા વધશે

12 October 2021 04:34 PM
Rajkot Gujarat Saurashtra
  • ડિઝલનો ભાવ વધારો કમ્મરતોડ : ટ્રાન્સપોર્ટ ભાડા વધુ 10 ટકા વધશે
  • ડિઝલનો ભાવ વધારો કમ્મરતોડ : ટ્રાન્સપોર્ટ ભાડા વધુ 10 ટકા વધશે

* ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં નફો તો ઠીક, નુકસાની ન થાય તેની ચિંતા : ટ્રાન્સપોર્ટરોનો સૂર

* ગત મહિને 15 ટકા બાદ વધુ 10 ટકા ભાડા વધારવાની તૈયારી : તહેવારોમાં માંડ ધંધો નીકળ્યો ત્યાં ડિઝલના ભાવ વધારાએ ‘હવનમાં હાડકા’ નાખ્યાનો ઘાટ : ટ્રાન્સપોર્ટરો-ઉદ્યોગકારો સ્તબ્ધ

રાજકોટ, તા. 12
રાજકોટ-ગુજરાતમાં ડિઝલના ભાવે સદી વટાવી દેતા ટ્રાન્સપોર્ટરો સહિતના ક્ષેત્રોમાં સોંપો પડી ગયો છે અને તેની અસરે આવતા દિવસોમાં મોંઘવારી ડૂચા કાઢશે તેવી આશંકા વ્યકત થવા લાગી છે. ટ્રાન્સપોર્ટ ઉપરાંત વિદ્યાર્થીમાં પણ તીવ્ર પ્રત્યાઘાતો છે. ટ્રાન્સપોર્ટ ભાડામાં વધુ 10 ટકાના ભાડા વધારાના એંધાણ છે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ડિઝલ કરોડરજજુ સમાન છે. તેના ભાવમાં બદલવા સીધી અસર સર્જે છે.

રાજયમાં ડિઝલનો ભાવ 100 રૂપિયાને વટાવી ગયો છે. એટલે ‘ટ્રાન્સપોર્ટ’ના ધંધાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા છે. આ સ્થિતિમાં ધંધો કેમ કરવો તે વિશે મુંઝવણ વ્યકત કરવા લાગય છે. રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ હસુભાઇ ભગદેએ કહ્યું કે પખવાડીયામાં ચાર રૂપિયાનો ભાવવધારો થઇ ગયો છે. ટ્રાન્સપોર્ટ ભાડા કઇ રીતે નકકી કરવા તે સવાલ છે કારણ કે રોજગ ભાવ વધે છે. અત્યારે નફા વિશે તો કોઇ વિચારતું નથી પરંતુ ખોટ-નુકસાની ન થાય તેની કાળજી રાખવાનો વખત આવ્યો છે. નાના ટ્રાન્સપોર્ટ સંચાલકો બેંકલોનના હપ્તા ભરવાની ચિંતામાં ધંધો જાળવી રાખે છે. અન્યથા મુશ્કલીનો પાર નથી.

ટ્રાન્સપોર્ટરો દ્વારા ગત મહિને 15 ટકાનો ભાડા વધારો કરવામાં આવ્યો હતો. તેમાં પણ પાર્ટીઓ સાથે વિવાદ થતો હોત. હવે વધુ 10 ટકા ભાવ વધારો કરવો પડે તેમ છે. એકાદ બે દિવસમાં બેઠક બોલાવીને વિધિવત નિર્ણય કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના સુત્રોએ એમ કહ્યું કે કોરોના કાળ પછી માંડ દોષ વર્ષે ધંધો ખીલ્યો છે. તહેવારોને કારણે ટ્રાન્સપોર્ટ વાહનોની માંગ સારી છે પરંતુ ઉંચા ભાડારૂપી અવરોધ આવ્યો છે. એસોસીએશન જયારે નિર્ણય લ્યે ત્યારે મોટા ભાગના ટ્રાન્સપોર્ટરોએ ભાવ વધારી જ દીધા છે. અગાઉ બાયોડિઝલથી વાહનો ચાલતા હતા એટલે આંશિક રાહત હતી પરંતુ હવે ફરજીયાત ડિઝલનો આશરો છે અને તેનો ભાવ 100ને પાર થઇ ગયો છે.

સુત્રોના કહેવા પ્રમાણે ભુતકાળમાં ડિઝલના ભાડા વધારા જેવા પ્રશ્નો ઉભા થાય ત્યારે સરકાર સામે મોરચો ખોલવામાં આવતો હતો. પરંતુ હવે આંદોલન કરવાના બદલે ડિઝલની પેરીટીએ ભાડા વધારો જ કરી નાખવાનું નકકી કરવામાં આવ્યું છે. લાંબા ગાળામાં જુદા જુદા રૂટ પર ટનદીઠ રૂા. 200થી 500નો ભાડા વધારો લાગુ પણ કરી દેવાયો છે. મુંબઇ રૂટ પર ટન દીઠ ભાડુ 2500 હતું તેના 3000 થઇ ગયા છે. કોલ્હાપુરના 3400વાળા 3700, બેંગ્લોરના 5000વાળા 5400, ચેન્નઇના 6000વાળા 6520 થઇ ગયા છે.

એક સામટો ભાવવધારો નાખી દો: દરરોજના ફેરફારથી ધંધો મુશ્કેલ
રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ હસુભાઇ ભગદેવએ કહયું કે, રોજેરોજ ડિઝલના ભાવવધારાથી ધંધો મુશ્કેલ થઇ ગયો છે. બેંગ્લોર જેવા લાંબા રૂટની ગાડી પાંચ દિવસે પહોંચે જયારે 100 રૂપિયાવાળો ભાવ 102 થઇ ગયો હતો. ટ્રાન્સપોર્ટરને નુકસાનીની નોબત આવે છે. આ તર્ક સરકારે એક સમયે ભાવવધારો નાખી દેવો જોઇએ. એટલે ટ્રાન્સપોર્ટરો 6-12 મહિનાનું આયોજન કરીને યોગ્ય રીતે ધંધો તો કરી શકે.

આ કોને કહેવું ? ડાયવર્ઝન-ભંગાર રસ્તાને કારણે પણ 50 કી.મી.નો માર ઉપરાંત દોઢ ગણો સમય બરબાદ
ડિઝલના એકધારા ધરખમ ભાવવધારાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઓપો પડી જ રહયો છે. તહેવારોને કારણે ધંધો ખીલ્યો છે. પરંતુ અનેકવિધ અડચણોનો સામનો કરવો પડી રહયો છે.ડિઝલના ભાવવધારા ઉપરાંત શહેરમાં ચારેકોર ડાયવર્ઝન તથા ભંગાર રસ્તાને કારણે પણ મોટો માર સહન કરવો પડી રહયો છે.

રાજકોટના એક જાણીતા ટ્રાન્સપોર્ટરે નામ નહીં દેવાની શરતે એમ કહયું હતું કે, ડિઝલનો ભાવવધારો તો અસહય છે જ અને તેમાં ધંધો કરવો મુશ્કેલ છે. સાથોસાથ શહેરના ચારેકોર માર્ગો બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યા હોવાથી મોટો માર છે. ગોંડલ, માધાપર, ગ્રીનલેન્ડ અને કાલાવડ રોડ એમ શહેરના ચારેય પ્રવેશદ્વારો પર બ્રીજ કે રસ્તાના કામો છે.

ડાયવર્ઝન અપાયા છે.તેમાં ટ્રાન્સપોર્ટ વાહોનોને આવક જાવકમાં 50 કીલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડે છે. તેનો આર્થિકબોજ ટ્રાન્સપોોર્ટરો પર જ પડે છે. તેનાથી પણ ગંભીર બાબત એ છે કે, એક દિવસના કામોને બે દિવસ લાગે છે. એટલે સમયની પણ બર્બાદી થાય છે. આ સંજોગોમાં ટ્રાન્સપોર્ટરોને બેવડો માર પડે છે.તે સાંભળવા તંત્ર તૈયાર નથી. વાહનોને થતું નુકસાન લટકાયો.

હવે CNG ટ્રક તરફ દોટ: નોર્મલ ટ્રક કરતા 9.60 લાખ મોંધી
ડિઝલના ધરખમ ઉંચાભાવને પગલે ટ્રાન્સપોર્ટરોએ હવે સીએનજીથી ચાલતી ટ્રકો પર દોટ લગાવવાનું શરૂ કર્યુ છે. 10 ટનની કેપેસીટીની સીએનજી ટ્રક મળવા લાગી છે. સામાન્ય ટ્રક કરતા 9.60 લાખ મોંધી છેે છતાં સીએનજી અને ડિઝલમાં મોટા ભાવફેરને ધ્યાને રાખીને ટ્રાન્સપોર્ટરો દોટ મુકવા લાગ્યા છે. ડીઝલનો ભાવ 1000થી વધુ છે.સીએનજીના 57 રૂપિયા છે.જયારે સીએનજી ટ્રકમાં પણ છે.

પખવાડીયામાં 4 રૂપિયા વધી ગયા: હવે સપ્તાહના કોન્ટ્રાકટનું ધોરણ
પેટ્રોલ-ડિઝલમાં રોજે રોજના ભાવવધારાથી ટ્રાન્સપોર્ટનો ધંધો વેરવિખેર જેવો થઇ ગયો છે.મોટી કંપનીઓ કે પાર્ટીઓ સાથે ટ્રાન્સપોર્ટરે આખા વર્ષના કોન્ટ્રાકટ લઇ કરતા અર્થાત આખું વર્ષ સમાન ભાડાથી ટ્રક પાડતા હતા હવે ડિઝલના ભાવમાં અનિશ્ચિત માહોલથી માત્ર અઠવાડીયાના કોન્ટ્રાકટની નીતિ અપનાવી શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement