ડિઝલ + ચારેકોર ડાયવર્ઝન : લોકલ ફેરાના છકડાના ભાડા 100 રૂપિયા વધી ગયા

12 October 2021 04:39 PM
Rajkot Saurashtra
  • ડિઝલ + ચારેકોર ડાયવર્ઝન : લોકલ ફેરાના છકડાના ભાડા 100 રૂપિયા વધી ગયા
  • ડિઝલ + ચારેકોર ડાયવર્ઝન : લોકલ ફેરાના છકડાના ભાડા 100 રૂપિયા વધી ગયા

* વેપારી વર્ગ-આમ આદમીને બેવડો ડામ!

* નવાગામથી પરાબજાર-દાણાપીઠ જેવા વિસ્તારમાં માલ ભરીને આવતા છકડા રીક્ષાચાલકોએ રપ ટકાનો ભાડા વધારો ઝીંકી દીધો : ડાયવર્ઝનને કારણે અર્ધા કલાકના ‘ફેરા’માં બે કલાક થાય છે

રાજકોટ, તા. 12
ડિઝલના ભાવ વધારાએ મોટા ટ્રાન્સપોર્ટ વાહનોને ભાવ વધારા માટે મજબુર કરી જ દીધા છે પરંતુ રાજકોટના વેપારીઓ-આમ આદમી માટે ‘બેવડા માર’નો ઘાટ ઘડાયો છે. રીક્ષા છકડા જેવા નાના ટ્રાન્સપોર્ટ વાહનોમાં પણ સરેરાશ 25 ટકાનો ભાડા વધારો ઝીંકી દેવાયો છે. માત્ર ડિઝલનો વાંક નથી. શહેરની ચારેબાજુ ડાઇવર્ઝનને કારણે સમય વધુ વ્યતીત થતો હોવાથી મોટો વધારો લાગુ કરાયો છે.

રાજકોટની ભાગોળે નવા ગામ વેપાર ધંધાનું હબ ગણાય છે. વેપાર ભલે દાણાપીઠ-પરાબજાર કે અન્ય વેપારી વિસ્તારમાં થતો હોય પરંતુ વેપારીઓનો માલ સ્ટોક મોટા ભાગે નવા ગામ ખાતેના ગોડાઉનમાં જ હોય છે. વેપારીઓ રોજેરોજ જરૂરીયાત મુજબ છકડા રીક્ષા જેવા નાના વાહનોમાં માલ મંગાવતા હોય છે પરંતુ છેલ્લા બે મહિનાથી હાલત ખરાબ થઇ છે.

દાણાપીઠના એક જાણીતા વેપારીએ કહ્યું કે કાયમી ફેરા કરતા હોવાથી ડિઝલના થોડા ઘણા ભાવ ધારા વખતે છકડા ચાલકો કોઇ ભાડા વધારો નથી પરંતુ છેલ્લા કેટલાક વખતથી હાલત કાબુ બહાર જેવી થતા ધરખમ ભાડા વધારો લાગુ કર્યો છે. ડિઝલમાં મોટો ભાવ વધારો લાગુ પડયો છે. ઉપરાંત શહેરમાં ચારેકોર ડાયવર્ઝન તથા ભંગાર રસ્તાને કારણે સમય વધુ લાગે છે.

અગાઉ નવા ગામથી દાણાપીઠનો ફેરો અર્ધો-પોણા કલાકમાં થઇ જતો હતો અને 300 રૂપિયા લેવામાં આવતા હતા હવે તે વધારીને 400 કરી દેવાયા છે. નવાગામ જવામાં ગ્રીનલેન્ડ ચોકડીથી લાંબુ થવું પડે છે. રીટર્નમાં મોચીબજાર બ:ધ હોવાથી રામનાથપરા થઇને આવવું પડે છે. ટ્રાફિકમાં અટવાવવું પડે ેછ. અર્ધા-પોણા કલાકને બદલે એક ફેરાના દોઢથી બે કલાક લાગે છે.

ગત મે મહિના પછી ડિઝલ મોંઘુ થવાનું શરૂ થયું ત્યારથી જ છકડાચાલકો ભાડા વધારો માંગવા લાગ્યા હતા પરંતુ વેપારીઓની સમજાવટથી માની ગયા હતા. હવે કોઇ સમજે તેવી હાલત ન હતી એટલે ભાડા વધારો મંજુર કર્યા વિના છુટકો નથી.

વેપારીઓેએ સ્વીકાર્યુ કે ભાડા વધારાનો આ બોજ દેખીતી રીતે ગ્રાહકો-આમ આદમીને જ લાગવાનું સ્પષ્ટ છે કારણ કે વેપારીઓનો ખર્ચ વધે એટલે જે તે ચીજમાં ભાવ વધારો કરી જ દયે છે. છેવટે આર્થિક બોજનો લોકો પર જ આવ્યો છે.

માત્ર ગ્રીનલેન્ડ ચોકડીની વાત નથી. રાજકોટના તમામ પ્રવેશદ્વારોમાં આ હાલત છે. ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, કાલાવડ રોડમાં સમાન હાલત છે. માલની હેરફેર મોંઘી થઇ છે. અનેકવિધ ચીજોમાં ભાવ વધારા પાછળનું એક મોંઘા પરિવહન-ટ્રાન્સપોર્ટ ભાડાના વેચાણનું પણ છે. માર્કેટ યાર્ડ સહિતના વેપારી વિસ્તારોને અસર છે.


Related News

Loading...
Advertisement
Advertisement