શાકભાજીના ભાવ ડબલ: ફ્રૂટ કરતા પણ મોંઘા

12 October 2021 05:01 PM
Rajkot Saurashtra
  • શાકભાજીના ભાવ ડબલ: ફ્રૂટ કરતા પણ મોંઘા

કોથમરી 200, મેથી 150 તથા બીજા લીલા શાકભાજીના 100થી 150: શાકભાજીમાં અછતને કારણે દિવાળી સુધી હજુ રાહત નહીં મળે

રાજકોટ તા.12
પાછોતરા સાર્વત્રિક વરસેલા વરસાદે સમસ્યાઓ સર્જી છે. ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે શાકભાજીના ભાવમાં ફરી વધારો નોંધાયો. ફરી ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ વેર-વિખેર થઈ ગયુ છે.

ગત દિવસોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડીરહ્યા છે ત્યારે વધુ પડતા વરસાદના કારણે પાકને મોટાપાયે નુકશાની થયેલ છે. જેની અસર શાકભાજીના ભાવમાં પણ જોવા મળી રહી છે. ફરી શાકભાજીનાભાવમાં 70થી 80 ટકાનો ભાવ વધારો થયો છે. 20 દિવસ પહેલા 2થી 3 રૂપિયે કિલો વહેચાતા મરચાનો ભાવ રૂા.35ના કિલો થઈ ગયો છે. માર્કેટીંગ યાર્ડમાં આવક તો થઈ રહી છે પરંતુ માંગ વધુ હોવાથી તાત્કાલીક નીકાલ થઈ રહ્યો છે. 20 દિવસ પહેલાની સરખામણીએ હાલ 30-40 ટકા માલની ઘટ સર્જાણી છે. સૌથી વધુ ગુવાર, ગીસોડા, ટમેટા, ભીંડો, પાલક, મેથી, કોથમરીના ભાવ વધુ છે.

આગામી સમયમાં જો હજુ વરસાદ પડશે તો દિવાળી સુધી ભાવ વધારો યથાવત રહેશે. માર્કેટમાં સૌથી વધુ મોંઘી કોથમરી 3200ની કિલો, મેથી રૂા.150ની કિલો, લીંબુ રૂા.100 કિલો. ટમેટા રૂા.100 કિલો, દૂધી રૂા.80 કિલો, રીંગણા રૂા.70, ચોરા, ગુવાર રૂા.120ના વહેચાઈ રહ્યા છે. માત્ર બટેટાના ભાવ નીચા છે. વેપારીઓનું કહેવું છે કે દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટશે. ભાવ વધવાને કારણે લોકોએ ખરીદીમાં પણ કાપ મૂકયો છે. જરૂરીયાત મુજબ શાકભાજી ખરીદી રહ્યા છે. તેમજ લોકો કઠોળ તરફ વળ્યા છે.

અત્યારે શાકભાજી ફળથી પણ મોંઘુ થઈ ગયું છે. સફરજન રૂા.80-100, સંતરા રૂા.30-50, નારંગી રૂા.25-30, જામફળ રૂા.30-60, સીતાફળ રૂા.40-60, કીવી રૂા.90-100 ડ્રેગનફ્રૂટ રૂા.180-200 દાડમ રૂા.90-150ના કિલો વહેંચાય રહ્યું છે. હાલ આ તમામના ભાવ સામાન્ય છે માલની આવક પણ થઈ રહી છે. આગામી સમય શાકભાજીના ભાવ વધશે તો સામાન્ય લોકો માટે ખરીદવું મુશ્કેલ બનશે. જીવન જરૂરીયાતની વસ્તુની ખરીદી પર કાપ મુકવો પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement