રાઠોડ દંપતી દ્વારા નવરાત્રી નિમિતે માતાજીના પૂજન-અર્ચન તથા રાસ-ગરબાનું આયોજન

12 October 2021 05:05 PM
Dhoraji Dharmik
  • રાઠોડ દંપતી દ્વારા નવરાત્રી નિમિતે માતાજીના પૂજન-અર્ચન તથા રાસ-ગરબાનું આયોજન

રાજકોટ, તા.12
નવલા નોરતા દરમ્યાન માતાજીની પૂજા અર્ચના કરવા માટે તેમજ ભાવ ભક્તિસભર રાસ ગરબાનો ઉત્સવ ઉજવવા માટે રાજકોટના રાઠોડ દંપતીએ પહેલા નોરતાથી લઈને તા.15 ને શુક્રવારે નોરતાની પૂર્ણાહુતિ સુધી તેમના ઘરે નવરાત્રી માટે વિશેષ સુશોભન કર્યું છે. દરરોજ રાત્રે 9:00 કલાકે કાંતિભાઈ રાઠોડ તથા ધરતી બેન રાઠોડના નિવાસ સ્થાન ઇન્દ્રલોક બંગલા નં.4, સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ, કાલાવડ રોડ, બીગ બજારની પાછળ રાજકોટ ખાતે માતાજીનું પૂજન તથા રાસ ગરબાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે રાઠોડ દંપતીએ પૂજ્ય માતાજીના તમામ સ્વરૂપની રચના, સુંદર સુશોભન સહિતની તમામ કામગીરી જાતે જ કરેલી છે જે વિશિષ્ટ અને આગવી બની છે. ત્યારે કાંતિભાઈએ રાજકોટની જનતાને તેમના નિવાસસ્થાને માતાજીના દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement