ઈમરાનખાન ઈઝરાયેલ અને મોદીને ઘેરવા ગયાને ખુદ ફસાઈ ગયા!

12 October 2021 05:19 PM
India World
  • ઈમરાનખાન ઈઝરાયેલ અને મોદીને ઘેરવા ગયાને ખુદ ફસાઈ ગયા!

સોશ્યલ મિડિયા પર પાક. પીએમનાં છબરડાની ઉંડી હાંસી

ઈસ્લામાબાદ તા.12
પાકિસ્તાનનાં વડાપ્રધાન તેમનાં ઓછા જનરલ નોલેજના કારણે છબરડા વાળવા માટે જાણીતા છે. તાજેતરમાં ઈમરાનખાને ભારતના પીએમ મોદી અને ઈઝરાયેલને લઈને એવુ નિવદન આપ્યું કે જેનાંથી તેમની સોશ્યલ મિડિયામાં હાંસી ઉડી રહી છે.ઈમરાનખાન આવુ નિવેદન કરવાથી મોદી અને ઈઝરાયેલને ઘેરવા માંગતા હતા પણ હવે તેઓ ભૂલ ભરેલુ નિવેદન કરીને સોશ્યલ મીડીયામાં ટ્રોલર્સની ઘેરાઈ ગયા છે.

વાત એવી છે કે ઈમરાનખાને એક તાજા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભારતના વડાપ્રધાન મોદી ઈઝરાયેલ જાય છે અને ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દુર કરી દેવામાં આવે છે. ઈમરાનખાનનાં આ જવાબથી તેના નોલેજ પર આખી દુનિયા હસી રહી છે.

ખરેખર તો પીએમ મોદીએ ઈઝરાયેલની યાત્રા જુલાઈ 2017 માં કરી હતી. અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 2019 માં ખતમ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement