સુરેન્દ્રનગર : બાળાઓ ગરબે રમી રહી હતી ત્યા જ ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા ઝીંકી યુવાનની કરાઈ હત્યા

13 October 2021 01:13 AM
Surendaranagar Crime Saurashtra
  • 

જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢનો બનાવ, નવરાત્રીના ગરબા ચાલી રહ્યા હતા ત્યારે જ છરી વડે હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી : ગામમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત

(ફારૂક ચૌહાણ)
સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ખાતે નવરાત્રીના પર્વે ગરબી મંડળની બાળાઓ ગરબા રમી રહી હતી ત્યારે જ ત્યાં સામન્ય બોલા ચાલી થતા ભારે રકઝક થયા પછી ઝઘડાએ મોટું રૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ છરીના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું. જેને લઈ ભારે ચકચાર મચી છે. થોડી મિનિટો પહેલા જ્યાં માતાજીના ગરબા ગવાઈ રહ્યા હતા ત્યાં હાલ સોંપો પડી ગયો છે.

મૃતકનું નામ વિજય લોરીયા છે અને તેની ઉંમર 22 વર્ષ હોવાનું જાણવા મળે છે. પ્રેમ પ્રકરણને લઈ જૂની અદાવત હોય તેનો ખાર રાખી હત્યા કરાઈ હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પ્રેમ પ્રકરણને લઈ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આ કારણે જ હત્યા થયાનું પ્રાથમિક તારણ છે. જોકે હવે કોઈ અઈચ્છનિય ઘટના ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.

યુવાન વિજયને છાતીના ડાબા ભાગે છરીના ઘા ઝીંકી આરોપીઓ છરી ત્યાં જ છોડી મૂકી ફરાર થયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

Loading...
Advertisement
Advertisement