ભદ્રાવડી મુકામે કાનેટીયા પરિવારના માત્રી માતાજીના મઢે ઉમિયા માતાજીની તસ્વીરનું ઉમળકાભેર સ્થાપન

13 October 2021 09:34 AM
Botad
  • ભદ્રાવડી મુકામે કાનેટીયા પરિવારના માત્રી માતાજીના મઢે ઉમિયા માતાજીની તસ્વીરનું ઉમળકાભેર સ્થાપન
  • ભદ્રાવડી મુકામે કાનેટીયા પરિવારના માત્રી માતાજીના મઢે ઉમિયા માતાજીની તસ્વીરનું ઉમળકાભેર સ્થાપન

બોટાદ, તા. 13
ઉંઝાથી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં 1001 ઉમિયા માતાજીના ફોટો મંદિર બનાવવાના અભિયાન અંતર્ગત ભદ્રાવડી મુકામે આવેલ કાનેટીયા પરિવારના માત્રી માતાજીના મઢે ઉમિયા માતાજીના ફોટાનું સ્થાપન તા. 10/10ને રવિવારના રોજ સવારે 10 કલાકે કરવામાં આવ્યું, જે મહોત્સવની શરૂઆત ભદ્રાવડી ગામના ચોકમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને મહેમાનો દ્વારા સુતરની આટીઓ પહેરાવીને શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

ભદ્રાવડી ગામમાં વસતા સમસ્ત પાટીદાર પરિવારજનો ભાઇઓ, બહેનો, વડીલો તથા યુવાનોએ સક્રિયપણે ભાગ લઇ ડીજેના તાલે વાજતે ગાજતે ગરબાની રમઝટ સાથે આખા ગામમાં શોભાયાત્રા ફરી હતી.

ત્યારબાદ માતાજીના મઢે સભા યોજાઇ હતી, જેમાં મા ઉમીયાના ફોટાનું પૂજન અર્ચન સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. જયાર બાદ માં ઉમિયાની મહાઆરતી પણ કરવામાં આવી હતી જે સભામાં ઉમીયા માતાજી સંસ્થાન ઉંઝામાંથી પધારેલ સંસ્થાના ઉપપ્રમુખ ગટોરભાઇ હરિપરા, સંગઠન મંત્રી પ્રવિણભાઇ પટેલ, સહમંત્રી જેન્તીભાઇ પટેલ, ખજાનચી ચીમનભાઇ પટેલ તથા ગામના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો આપેલ હતા.

પાટીદાર સમાજમાં ઉમિયા પ્રત્યે નિષ્ઠા અને શ્રધ્ધા કેમ બની રહે તથા સમાજ ઉત્થાન માટેની વિવિધ ચર્ચાઓ થઇ હતી. આમ આ મહોત્સવમાં દરેક ગામના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઇ આનંદ ઉલ્લાસ સાથે આ ફોટો સ્થાપન મહોત્સવ સંપન્ન કર્યો હતો.


Loading...
Advertisement
Advertisement