ભાવનગર : ખેડુતોને નુકસાનીનો રેન્ડમલી સર્વે કરી વળતર ચુકવવા માંગ : રામદેવસિંહ ગોહિલ

13 October 2021 09:57 AM
Bhavnagar
  • ભાવનગર : ખેડુતોને નુકસાનીનો રેન્ડમલી સર્વે કરી વળતર ચુકવવા માંગ : રામદેવસિંહ ગોહિલ

(વિપુલ હિરાણી)ભાવનગર, તા. 13
મોસાળમા માં પીરસનાર હોય પછી દીકરાને કઈ ઘટે નહિ! તેવી લોકવાયકા છે.હાલ રાજ્ય અને કેન્દ્ર બંને માં ભાજપ ની સરકાર તેથી તળાજા ભાજપ કિસાન મોરચા માટેમાં કહી શકાય અને કિસાન મોરચા એ તળાજા માં વરસાદ ને લઈ નુકશાની છેજ તેવું જાહેર કરી નુકશાનીનું વળતર આપવાની માગ કરી છે.ત્યારે હવે આ માગ ક્યારે સંતોષાય તે જોવું રહ્યું.

તાજેતરમાં ખેડૂત એકતા મંચને તળાજામાં ખેડૂતોના સમર્થનમા રેલી, ભાષણ અને સૂત્રોચ્ચાર કરવાની ફરજ પડીહતી.આગેવાનો નું કહેવું હતુંકે જિલ્લા ખેતીવાડી અધિકારીને નુકશાની ની રજુઆત કરતા તેઓએ વિપુલ પ્રમાણ માં ખેત જણસ ની ઉપજ થશે તેવું કહ્યું હતું.હવે ખેડૂત એકતા મંચ બાદ ભાજપ નો કિસાન મોરચો સક્રિય થયો છે.

રામદેવસિંહ ગોહિલ એ પણ સરકાર ને પત્ર લખી જાણ કરી છે કે આખાય તળાજા તાલુકામાં વરસાદ ને લઈ નુકસાન છેજ.63525 હેકટર માં કિસાન મોરચા ના દાવા મુજબ વાવેતર થયેલ છે.આખોય તાલુકા માં 75% નુકસાન છેજ આથી બધાજ ખેતરમાં જઇ સર્વે કરતા ખુબજ વાર લાગશે.આથી દરેક ગામના 15-20 ખેતર નો રેન્ડમલી સર્વે કરવામાં આવે અને નુકશાની નું વળતર ચુકવવામાં આવે.

કિસાન મોરચા ની રજુઆત સાથે એવી પણ છેકે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉદ્દભવીત ન થાય. કારણકે આગામી સમય માં ગ્રામપંચાયત ની ચૂંટણી ઓ આવેછે. ત્યારે જોવું એ રહ્યું કે તળાજા ભાજપ કિસાન મોરચા નું મોસાળ મા માં સમાન બેસેલ એટલે કે રાજ્યના કૃષિ મંત્રી સાંભળેછે કેટલું?વળતર ચૂકવશે કે કેમ?


Loading...
Advertisement
Advertisement