ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન મેળવવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવા માંગ

13 October 2021 09:59 AM
Bhavnagar
  • ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન મેળવવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવા માંગ

બેરોજગારોની ધીરજની કસોટી અટપટી પધ્ધતિના કારણે દિવસો સુધી ફાઇલ મંજુર થતી નથી

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 13
ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત લોન લેવા અરજી કરનાર બેરોજગારો, ઉદ્યોગ સાહસિકોની ફાઇલ દિવસો સુધી પડી રહે છે. આ કારણે સરકારે જાહેર કરેલી યોજનાનો કોઈ હેતુ સરતો નથી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કામગીરીને સરળીકરણના હેતુથી ઓનલાઈન કરાઈ છે. જેમાં લોન લેવા માંગતા અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહે છે, જે કેસમાં ક્રેડિટ મેનેજર તપાસ કરી ફાઇલ જનરલ મેનેજરના ટેબલ પર રવાના કરે છે. ફિલ્ડ ઓફિસર દ્વારા ઓનલાઈન અરજી કરી અપાય છે પરંતુ ઇન્ટરનેટની સમસ્યા વારંવાર ઉદભવે છે, બીજું ક્રેડિટ મેનેજર સુધી ફાઇલ પહોંચ્યા બાદ તેમની અનુકૂળતાએ ફાઇલની ચકાસણી થાય છે.

બાદમાં જનરલ મેનેજર તરફ રવાના થાય છે જ્યારે જનરલ મેનેજરને બોટાદનો ચાર્જ હોવાથી તેમના ટેબલ પર ફાઇલ પડી રહે છે. આમ,અરજદારે લોનની ભલામણ માટે જ સાત કોઠા વીંધવા પડે છે. જ્યારે કે બેંકમાં ભલામણ પત્ર પહોંચ્યા પછી બેંક તેની પ્રોસેસમાં સમય લે છે. આમ, લોન મેળવવામાં અરજદારની ધીરજની કસોટી થાય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત થાય તો અરજદારોને ઘણી જ અનુકૂળતા રહે તેમ છે.


Loading...
Advertisement
Advertisement