જસદણના ખારચીયા ગામે કાનુની શિબિર યોજાઇ

13 October 2021 10:39 AM
Jasdan
  • જસદણના ખારચીયા ગામે કાનુની શિબિર યોજાઇ

(ધર્મેશ કલ્યાણી)
જસદણ, તા. 13
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાતના આદેશથી, મહેરબાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ -રાજકોટ ની સૂચના અનુસાર આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ પાન ઇન્ડિયા અવરનેસ કેમ્પેઇન ની ઉજવણી અંતર્ગત જસદણ તાલુકાના ખારચીયા ગામની પ્રાથમિક સ્કૂલ ખાતે જસદણના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ પી.એન.નવીન તેમજ સિવિલ જજ ચીફ જયુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ એસ.એસ.જાનીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક સ્કૂલમાં એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ.

જેમાં બેટી બચાવો અને બેટી પઢાઓ તેમજ એજ્યુકેશનમાં મળતા લાભોના વિષય ઉપર જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતીએ માહિતી પૂરી પાડેલ તેમજ લીગલ સર્વિસિસ ઓથોરિટી એક્ટ વિશે રશ્મિનભાઈ શેઠ તેમજ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સેકેટરી રાયજાદા દ્વારા લોકોને આ એકટ વિશે વિશેષ માહિતી આપવામા આવેલી હતી.

આ કાર્યક્રમમાં એડવોકેટ નદીમભાઈ ધંધુકિયા હાજર રહેલ તેમજ ખારચીયા ગામના સરપંચ, સ્કૂલના પ્રિન્સીપાલ, સ્કૂલના કર્મચારીઓ તેમજ ગામના વિવિધ આગેવાનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા લીગલને લગતી કાનૂની શિબિર આદેશ અનુસાર વિવિધ ગામોમાં યોજવામાં આવશે તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement