જસદણ પોલીસ સ્ટેશનમાં બિનવારસી 214 વાહનોની હરરાજી કરાઇ

13 October 2021 10:41 AM
Jasdan
  • જસદણ પોલીસ સ્ટેશનમાં બિનવારસી 214 વાહનોની હરરાજી કરાઇ

રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી બિનવારસી પડેલા વાહનોની હરરાજી કરવામાં આવી હતી. આ તકે ગોંડલ ડીવાયએસપી પી.એ.ઝાલા, એમ.ટી. પીઆઈ કે.એ.પરમાર, જસદણ પીઆઈ કે.જે.રાણા, રાજકોટ ગ્રામ્ય કચેરીના અધિક્ષક આઈ.એચ.મલેક અને જસદણના હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ મેણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 207 બાઈક, 3 ફોરવ્હીલ, 1 ટ્રેક્ટર અને 2 રીક્ષા, 1 ટ્રક સહિત કુલ 214 વાહનોની હરરાજી કરવામાં આવી હતી. આ હરરાજીમાં રૂ.21.29 લાખના વાહનોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
(તસ્વીર : નરેશ ચોહલીયા - જસદણ)


Loading...
Advertisement
Advertisement