દારૂનાં દૈત્યએ ત્રાપજનાં યુવાનનો ભોગ લીધો

13 October 2021 10:49 AM
Bhavnagar
  • દારૂનાં દૈત્યએ ત્રાપજનાં યુવાનનો ભોગ લીધો

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 13
ભાવનગર જિલ્લાના તળાજા ના ત્રાપજ ગામે રહેતા ખેત મજુર યુવક નું ગામની જાહેર વાવમાંથી આજે સવારે મૃતદેહ મળેલ હતો. યુવકના પિતાના દાવા પ્રમાણે પોતાના દીકરા એ અન્ય બે વ્યક્તિ સાથે મળી દારુ પીધેલ હતો. બાદ વાવમા પડી ગયેલ મૃતદેહ મળ્યો હતો.

ત્રાપજ ગામના ભરત બાબુભાઇ પરમાર ઉ.વ 23ના મૃતદેહને મોતનું સાચું કારણ જાણવા માટે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.અહીં તેમના પિતા બાબુભાઇ એ જણાવ્યું હતુંકે ખેડૂત ને ત્યાંથી દા’ડીના રૂપિયા આવેલ તેનો દારૂ પીધો હતો.મને ઘરે બોલાવવા આવેલ.આથી હું વાવપર દોડી જઇ મૃતદેહ બહાર કાઢી અહીં લાવેલ છીએ.

ત્રાપજ ગામની અવાવરું વાવામા પડી જવાથી મોતને ભેટેલ ભરત ના પિતા બાબુભાઇનું કહેવું છેકે મારા દીકરા સાથે ત્રણ વ્યક્તિ વાલાભાઈ સરતાનપર વાળા,ટીનાભાઈ અને શેટીભાઈ પીવામાં હતા.સરકાર દારુ બંધી નો ઢોલ ભલે ટીપે. અલંગ પોલીસ લગભગ દરરોજ દેશી દારૂ ના કેસ કરે છે પણ આ ઘટના ચાડી ખાય છેકે ત્રાપજ નજીક જોઈએ તેટલો દારૂ વેચાય છે અને પીવાય છે.


Loading...
Advertisement
Advertisement