દશે૨ાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વા૨ા સૂર્ય સહસ્ત્ર પૂજન તથા શોભાયાત્રાનું ભવ્યાતિત આયોજન

13 October 2021 10:54 AM
Botad
  • દશે૨ાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વા૨ા સૂર્ય સહસ્ત્ર પૂજન તથા શોભાયાત્રાનું ભવ્યાતિત આયોજન

બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઈ જેબલીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

બોટાદ તા.૧૩
બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઈ જેબલીયાના અધ્યક્ષ સ્થાને અને તેમના નિવાસ સ્થાને સંતો મહંતો અને કાઠી ક્ષત્રિય સમાજના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ છેલ્લા ૩૦ ત્રીસ વર્ષથી શ્રી કુળગો૨ દ્વા૨ા શાસ્ત્રોક વિધિથી ક્ષત્રિયો માટે નો દિવાળી ક૨તાં મોટો તહેવા૨ એટલે વિજયાદશમી (દશે૨ા)એ ભા૨ત ભ૨ના ક્ષત્રિયો શ્રીસુર્ય સહસ્ત્ર પૂજન અને શોભાયાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે.

તેવી ૨ીતે દ૨ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સુર્ય સહસ્ત્ર પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન તા.૧પના સવા૨ે ૧૦ વાગ્યેથી ૧૨ વાગ્યા સુધી સુર્ય સહસ્ત્ર પુજન બાદ બોટાદ શહે૨ના ૨ાજમાર્ગો ઉપ૨ શોભાયાત્રા યોજાશે. આયોજક સામતભાઈ જેબલીયાના નિવાસ સ્થાને શુભમ કોમ્પલેક્ષ્ા પાળીયાદ ૨ોડ ખાતે ૨ાખેલ છે.
બોટાદ શહે૨ તાલુકાઓમાંથી કાઠી ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં સમયસ૨ ઉપસ્થિત ૨હી કાર્યક્રમની શોભા વધા૨વા તથા શક્ય હોય તો ક્ષત્રિય પ૨ંપ૨ાનો પહે૨વેશ અને સાફો તલવા૨ લઈ આવવા જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement