ગોંડલ માર્કેટયાર્ડની ખેડુત વિભાગની ચૂંટણી માટે સવારે ઉત્સાહભેર મતદાન

13 October 2021 11:18 AM
Gondal
  • ગોંડલ માર્કેટયાર્ડની ખેડુત વિભાગની ચૂંટણી માટે સવારે ઉત્સાહભેર મતદાન

10 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ : બુથ પર લાઇનો લાગી : ભાજપે છ બેઠક બિનહરીફ જીતી છે...

ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન શરૂ થયું છે. સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડુત વિભાગની દશ બેઠકોની આજે ચૂંટણી યોજાઇ છે. અગાઉ વેપારી અને તેલીબીયા વિભાગનાં છ ડીરેકટરો બિનહરીફ બન્યા હોય ખેડુત વિભાગના 618 જેટલા મતદારોએ મતદાન શરૂ કર્યુ છે. સાંજના પાંચ વાગ્યા સુધી માર્કેટ યાર્ડ ખાતે મતદાન થવાનું છે. બિનહરીફ થયેલી છ બેઠકો ભાજપે હસ્તગત કરી છે. ત્યારે દશ બેઠકોની ચૂંટણીમાં પણ ભાજપ સર્વોપરી બની બહુમત મેળવે તેવી શકયતા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરીત પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે. ખેડુત વિભાગની 10 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચૂંટણી છે. જેમાં ભાજપના 10 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તો 8 બેઠક પર કોંગે્રસના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મતદાન મથક બહાર મતદારોની કતારો સવારે લાગી હતી અને ભારે ઉત્સાહનો માહોલ છે. (તસ્વીર / અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય)

Loading...
Advertisement
Advertisement