સાવરકુંડલા વૈદ્યકીય રાહત મંડળમાં 20 વર્ષ બાદ હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ

13 October 2021 11:23 AM
Amreli
  • સાવરકુંડલા વૈદ્યકીય રાહત મંડળમાં 20 વર્ષ બાદ હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ

સાવરકુંડલા, તા. 13
સાવરકુંડલાના વૈદ્યકીય રાહત મંડળમાં બાવીસ વર્ષ બાદ મતદાન થી કાર્યવાહક કમિટી ચૂંટણી યોજાઇ હતી. મુ.શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા સ્થાપવામાં આવેલ વૈદ્યકીય રાહત મંડળમાં વ્યવસ્થાક કમીટીના નવ સભ્યોની વરણી કરવા માટે તા.10-10-21 ને રવિવારના રોજ સંસ્થા ખાતે ચૂંટણી યોજાયેલી.

છેલ્લા બાવીસ વર્ષેથી સંસ્થાનું હિત જોય સર્વાનુમતે જ કાર્યવાહી કમિટીની વરણી થતી હતી.જ્યારે આવતા ત્રણ વર્ષની મુદત માટેની કમીટીમાં વર્તમાન નવ સભ્યો ઉપરાંત ચેતનભાઈ દલસુખભાઈ દોશીએ પણ દાવેદારી કરતા બાવીસ વર્ષ બાદ વૈદ્યકીય રાહત મંડળ માં ચૂંટણી યોજાય હતી.જેનું સાંજે જ પરિણામ જાહેર થતા નવી દાવેદારી કરનારા ચેતનભાઈ દોશીને માત્ર પાંચ (5) મત મળતા તેમની હાર થઈ હતી.અને વર્તમાન કમિટીના નવે નવ સભ્યો ચૂંટાય આવ્યા હતા.હાલ વૈદ્યકીય રાહત મંડળમાં ભૂપેશભાઈ મહેતા પ્રમુખ તરીકે સફળ સેવા આપી રહ્યા હોય તેમની પેનલ અકબંધ જળવાઇ રહી છે.


Loading...
Advertisement
Advertisement