કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના કરોડરજ્જુને ડેમેજ કરતું નવું ફંગસ મળ્યું

13 October 2021 11:35 AM
India Top News
  • કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના કરોડરજ્જુને ડેમેજ કરતું નવું ફંગસ મળ્યું

સ્વાસ્થ્ય વિભાગની ચિંતામાં વધારો: દર્દીઓએ પહેલાં પેઈન કિલર લીધી પણ ફરક ન પડતાં એમઆરઆઈ કરાવ્યું જેમા થયું નિદાન: પીઠના નીચલા ભાગમાં થઈ રહેલો જોરદાર દુ:ખાવો છે આ ફંગસનું મુખ્ય લક્ષણ

મુંબઈ, તા.13
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં પોસ્ટ કોવિડની અસરો વર્તાવા લાગી છે. મ્યુકર માઈકોસીસ ફંગસ દેખાયા બાદ હવે મહારાષ્ટ્રના પૂણેમાં નવું ફંગસ જોવા મળી રહ્યું છે. અહીં ત્રણ મહિનામાં ચાર એવા કેસ સામે આવ્યા છે જેમાં દર્દીઓમાં આ પ્રકારનું ફંગસ જોવા મળી રહ્યું છે. આ નવા ફંગસે સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે.

કોરોનાની ઝપટે ચડેલા 66 જેટલા દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ગયા હતા. જો કે એક મહિના બાદ તેને હળવો તાવ આવ્યો હતો અને પીઠના નીચલા હિસ્સામાં જોરદાર દુ:ખાવો થવા લાગ્યો હતો. તેમણે શરૂઆતમાં માંસપેશીઓને આરામ આપતી દવાઓ લીધી હતી. આ ઉપરાંત નૉન સ્ટેરૉયડલ એન્ટી ઈમ્ફ્લેમેટ્રી ડ્રગ્સ લીધું હતું.

જ્યારે દર્દીને આરામ ન મળ્યો તો તેનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું. એમઆરઆઈમાં સ્પોન્ડીલોડિસાઈટિસ નામનું સ્પાઈનલ ડિસ્કની ખાલી જગ્યાએ ગંભીર સંક્રમણને કારણે હાડકાને નુકસાન થયાનું નિદાન થયું હતું. દિનાનાથ મંગેશકર હોસ્પિટલના સંક્રમણ રોગ નિષ્ણાત પરીક્ષિત પ્રયાગે જણાવ્યું કે તબીબી ભાષામાં આ રોગને એસ્પરગિલસ ઑસ્ટિમોયાઈલાઈટિસ કહેવામાં આવે છે.

આ આક્રમક ફંગલ ઈન્ફેક્શનને ઠીક કરવું બહુ મુશ્કેલ હોય છે કેમ કે તે કરોડરજ્જુના હાડકામાં ટીબીની જેમ હોય છે. આ પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન કોરોનાથી સાજા થયેલા દર્દીઓના મોઢામાં મળે છે. ફેફસામાં ફંગસ મળવું બહુ દૂર્લભ વાત છે. ડૉક્ટરે જણાવ્યું કે અમે ત્રણ મહિનામાં ચાર રોગીઓમાં એસ્પરગિલસને કારણે વર્ષબલ ઓસ્ટિયોમાયલાઈટિસ પકડ્યું છે. આ પહેલાં ભારતમાં ક્યારેય આ પ્રકારના કેસ મળ્યા નથી.

ચારેય દર્દીઓમાં કોમન વાત એ હતી કે તેમને ગંભીર કોરોના હતો અને કોરોના સાથે જોડાયેલા ન્યુમોનિયા અને સંબંધિત જટિલતાઓમાંથી બહાર આવ્યા બાદ સ્ટેરોઈડથી તેમની સારવાર કરવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે કોર્ટિકોસ્ટેરોઈડસ લાંબા સમય સુધી લેવાને કારણે સંક્રમણનો ખતરો વધી જાય છે. ત્રણ દર્દીમાં ત્રણ મહિના પહેલાં આ રોગ દેખાયો હતો. જ્યારે ચોથું દર્દી આ મહિને મળી આવ્યું છે અને અત્યારે ચારેયની સારવાર ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement