બાળકોને 0.5 એમ.એલ.નો જ વેકસીન ડોઝ અપાશે

13 October 2021 11:38 AM
India Top News
  • બાળકોને 0.5 એમ.એલ.નો જ વેકસીન ડોઝ અપાશે

* ડ્રગ ઓથોરીટીની આખરી મંજુરી બાદ દિવાળી આસપાસ બાળકોનું વેકસીનેશન શરૂ થશે

* પ્રી-ફિલ સીરીંજ હશે જેથી વધુ ડોઝ અપાઈ જવાની ચિંતા નહી રહે: બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો

* વેકસીનના પ્રથમ 15 દિવસ ખાસ મોનેટરીંગ: દરેક શહેરમાં તબીબી પેનલ હશે: હેલ્પલાઈન નંબર જાહેર થશે

નવી દિલ્હી: કોરોના સંક્રમણ કાળમાં આપણે સદનસીબે હવે ત્રીજી લહેરમાંથી ઉગરી ગયા હોય તેવા સંકેત છે અને બીજી લહેર બાદના આ જે મોટો સમયગાળો એપ્રીલથી ઓકટોબરનો મળ્યો છે તેમાં આપણે વેકસીનેશન પર જોર દઈને દેશના 96 કરોડ લોકોને વેકસીનનો કમસેકમ એક ડોઝ આપીને સુરક્ષિત કરવા ભણી આગેકુચ કરી છે પણ ચિંતા 2થી18 વર્ષની વયના બાળકો અને ટીનએજર્સની હતી.

જેઓને કોરોનાના સંક્રમણની ચિંતા હતી અને એક તબકકે કહેવાતું હતું કે ત્રીજી લહેરમાં બાળકો જ સૌથી વધુ અસર થશે પણ સદભાગ્યે તે બન્યુ નથી ત્યાં જ હવે બાળકો માટેની વેકસીન આવી જતાં આગામી સમયમાં 2થી18 વર્ષ વચ્ચેના લોકોને વેકસીનેશનનો કાર્યક્રમ મોટાપાયે ચલાવાશે અને હવે કોરોના સામેના જંગમાં વધુ વિશ્વાસપાત્રતા ધરાવતા અને વધુ સુસજજ બની ગયા છે તે સૌથી મહત્વનું છે.

નહીતર છેલ્લા બે વર્ષમાં આપણે વ્યાપાર, ધંધા, નોકરી, રોજગારી, સામાજીક અને આર્થિક રીતે જે સહન કર્યુ છે તે એક દશકાની પ્રગતિને પાછળ મુકી દીધી છે. ગઈકાલે જ સ્વદેશી ભારત બાયોટેકની કોવેકસીન જે અત્યાર સુધી વયસ્કોને અપાતી હતી તે હવે 2થી18 વર્ષના બાળકોને પણ અપાશે તે જાહેર થયું અને આ વેકસીન અત્યાર સુધીની તમામ ટ્રાયલમાં પાસ થઈ ગઈ છે અને હવે ફકત ઔપચારીકતા બાકી છે

તો કોવેકસીન પાછળ વધુ ત્રણ વેકસીન પણ બાળકો માટે તૈરૂયાર થઈ રહી છે જેમાં ઝાયડસ, કેડીલાની ઝાયકોવ-ડી જે 12 વર્ષથી વધુના તમામને આપી શકાશે તે પણ આગામી દિવસોમાં લોન્ચ થશે અને અન્ય બે વેકસીન પણ આ જ પ્રકારે તૈયાર થઈ રહી છે. જો કે કોવેકસીનની સાથે ચાર પ્રકારની શરતો પણ જોડાઈ છે જેમાં ખાસ કરીને વેકસીનના ડોઝ અપાયા બાદ દર 15 દિવસે તેની અસરો અંગે અભ્યાસ જરૂરી હશે અને

જો તેમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય કે આડઅસર ગંભીર જોવા ન મળે તો પછી આ મોનેટરીંગ દર માસે કરવાનું રહેશે. ઉપરાંત આ વેકસીનની કલીનીકલ સ્ટડી ચાલું જ રહેશે જેથી તેને નવા વેરીએન્ટ આવે તો પણ તે ઉપયોગી બની રહે તથા રીસ્ક મેનેજમેન્ટ એટલે કે જો આ વેકસીનથી બાળકોને કોઈ ગંભીર આડઅસર થાય તો તેની સારવાર અને આડઅસર નિવારવા શું કરી શકાય તે અંગેનો એક અભ્યાસ પણ તૈયાર રાખવાની સૂચના અપાઈ છે.

બાળકો માટે જે કોવેકસીન તૈયાર થઈ છે તે પહેલાથી જ ભરેલી સીરીંજમાં આવશે એટલે કે તે હાલ જે રીતે એક વેકસીન બોટલમાં 10 મી.મી.નો ડોઝ પાંચ લોકોને આપી શકાય છે તેવું બાળકોની વેકસીનમાં નહી હોય તેની વાયલ 0.5 એમએમનોજ હશે જેથી એક વાયલથી એક જ બાળકને વેકસીન આપી શકાશે. આ ખાસ હેતુથી થયું છે જેથી ભુલથી પણ બાળકને વેકસીનનો વધુ ડોઝ અપાઈ જશે નહી અને બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ હશે. ગત મહિને 1000 બાળકો પર આ વેકસીનની ટ્રાયલ થઈ હતી અને તેમાં સફળતા મળી છે.

જો કે હજુ ખરેખર વેકસીનેશન દિવાળી પર કે તેની આસપાસ શરુ થશે. ડ્રગ ઓથોરીટીની મંજુરી વધતા જ દેશભરમાં તે વિતરીત થશે. બાળકોને વેકસીન આપવાની ખાસ તાલીમ અપાશે અને તેના પર નજર રાખવા તબીબોની પેનલ દરેક શહેરમાં બનશે. જે 24 કલાક ઉપલબ્ધ હશે. એક હેલ્પલાઈન નંબર પણ હશે જેમાં માતા-પિતા તેના બાળકને જો કોઈ આડ અસર થાય તો તુર્ત જ જાણ કરી શકશે અને દરેક હોસ્પીટલમાં તેના ખાસ વોર્ડ પર ઉભા થશે.


Related News

Loading...
Advertisement
Advertisement