ટી-20 વર્લ્ડકપ માટે લંકા, આયર્લેન્ડ, નામીબિયા, સ્કોટલેન્ડે જર્સી કરી લોન્ચ: ભારત આજે ‘રંગ’ ચડાવશે

13 October 2021 11:39 AM
India Sports
  • ટી-20 વર્લ્ડકપ માટે લંકા, આયર્લેન્ડ, નામીબિયા, સ્કોટલેન્ડે જર્સી કરી લોન્ચ: ભારત આજે ‘રંગ’ ચડાવશે

આજે ભારતની નવી જર્સીનું થશે લોન્ચીંગ: નવી જર્સી પહેરીને કોહલીસેના 18 ઑક્ટોબરે ઈંગ્લેન્ડ સામે રમશે પ્રેક્ટિસ મેચ

નવીદિલ્હી, તા.13
યુએઈ અને ઓમાનમાં આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલા દેશોએ પોતાની જર્સી લોન્સ કરી દીધી છે. જ્યારે ભારતીય ક્રિકેટરસિકો આજે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થાય તેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

દરમિયાન જે ટીમોએ અત્યાર સુધી પોતાની કિટનું લોન્ચીંગ કર્યું છે તેમાં આયર્લેન્ડ, નામીબિયા, સ્કોટલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આયર્લેન્ડની કિટ લીલા અને વાદળી રંગના સંયોજનવાળી છે તો નામીબિયા જે 2003 બાદથી પોતાનો પહેલો આઈસીસી વિશ્ર્વકપ રમી રહી છે તેની જર્સી મુખ્ય રીતે ઘેરા લીલા રંગની છે જ્યારે નામીબિયાની કિટ લાલ રંગની છે.

આ ઉપરાંત ટી-20 વિશ્વકપમાં સ્કોટલેન્ડની કિટ રીંગણી કલરની છે. શ્રીલંકન ટીમે ટૂર્નામેન્ટ માટે બે કિટનો ખુલાસો કર્યો છે જેમાં એક પીળી-વાદળી અને બીજી વિવિધ રંગો ધરાવતી કિટ છે. ભારતીય ટીમની જર્સી આજે લોન્ચ થશે જેને પહેરીને ટીમ ઈન્ડિયા 18 ઑક્ટોબરથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના અભ્યાસ મેચમાં ઉતરશે. ત્યારબાદ 24 ઑક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ ટી-20 વિશ્વકપમાં ભારત પોતાનો પ્રથમ મેચ રમશે.


Related News

Loading...
Advertisement
Advertisement