પાંચ વર્ષના પુત્રને ટ્રેન હેઠળ ફેંકીને રેલવે કર્મચારીની સગર્ભા પત્નીની આત્મહત્યા

13 October 2021 11:46 AM
Jamnagar Crime Gujarat
  • પાંચ વર્ષના પુત્રને ટ્રેન હેઠળ ફેંકીને રેલવે કર્મચારીની સગર્ભા પત્નીની આત્મહત્યા

જામજોધપુરની ઘટનાથી ભારે અરેરાટી: પતિની સઘન પૂછપરછ કરતી પોલીસ

જામનગર તા.13
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહેલી ટ્રેન હેઠળ એક સગર્ભા મહિલાએ પોતાના પાંચ વર્ષના પુત્રને ચાલુ ટ્રેન નીચે ફેંકી દઈ પોતે પણ ઝંપલાવી દેતા માતા પુત્ર બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા છે. જયારે મહિલા પોતે સગર્ભા હોવાથી તેના ઉદરમાં રહેલું બાળક પણ મૃત્યુ પામ્યું છે. જેથી ભારે અરેરાટી ફેલાઈ છે. મૃતકના પતિ રેલવેમાં નોકરી કરતા હોવાથી ફરજ પર હોવાના કારણષ જામનગરથી બોલાવી લેવાયા છે. સમગ્ર મામલે રેલવે પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ ચલાવે છે.

આ ચકચારજનક બનાવની વિગત ્એવી છે કે જામજોધપુરમાં રેલ્વે સ્ટેશન નજીક રેલવે કોલોની સામેના ભાગમાં ભાડાનું મકાન રાખીને રહેતા અને રેલવેમાં ટ્રોલીમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી યોગેશભાઈ ભેડા (ઉ.35)ના પત્ની સોનલબેન યોગેશભાઈ ભેડા (ઉ.30) ગત બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાસેની રેલવે લાઈન પરથી પસાર થઈ રહેલી પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેનના એન્જીન હેઠળ સૌ પ્રથમ તેના પાંચ વર્ષના પુત્ર મયંકને રેલવે લાઈન પર ફેંકી દીધુ હતું. ત્યાર પછી પોતે પણ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લેતા બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. ટ્રેન હેઠળ ઝંપલાવનાર સોનલબેન પોતે ગર્ભવતી પણ હોવાથી તેના ઉદરમાં રહેલુ બાળક મૃત્યુ પામ્યું હતું.

આ બનાવને લઈને ભારે બિહામણા દ્દશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે સૌપ્રથમ જામજોધપુર પોલીસને જાણ થવાથી જામજોધપુરની પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર પછી આ બનાવ રેલવેની હદમાં હોવાથી જેતલસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને માતા પુત્રના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં યોગેશભાઈ કે જે ટ્રોલીમેન તરીકે ફરજ બજાવે છે. તે જામનગર તરફ પોતાની ફરજ પર હતા. દરમિયાન પાછળથી તેના પત્નિએ પોતાનાં પુત્રને સાથે રાખીને આ પગલું ભરી લીધુ હતું. જેથી પતિ યોગેશને જામજોધપુર બોલાવી લેવાયા હતા. અને પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કયા કારણસર આ પગલું ભરી લીધુ છેૅ? તે અંગે હજુ કારણ જાણી શકાયું નથી.

યોગેશભાઈ અને સોનલબેનનો લગ્નગાળો સાડા છ વર્ષનો છે જેમાં એક પાંચ વર્ષનો પુત્ર હતો. જે સોનલબેનની સાથે જ મૃત્યુ પામ્યો હતો. ઉપરાંત પોતે ગર્ભવતી પણ હતી. યોગેશભાઈના પિતા પણ અગાઉ રેલવેમાં ફરજ બજાવી ચૂકયા છે. રેલવે પોલીસ સમગ્ર મામલાની આગળની તપાસ ચલાવે છે.આ બનાવને લઈને જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement